મહાશિવરાત્રી : આજે કરો આ ઉપાય, કાલસર્પદોષ માંથી મળશે મુક્તિ

0
59

આજે દેશભરમાં મહાશિવરાત્રિ ઉજવાય રહી છે. આ દિવસે ભગવાન શિવના મંદિરોમાં સવારથી ભોળેનાથના ભક્તોની લાંબી લાઇનો લાગી જાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભોળા શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.  આ દિવસે શિવલિંગ પર ભગવાન શિવને પ્રિય વસ્તુ ચઢાવવામાં આવે છે.  આ ઉપરાંત કુંવારી કન્યાઓ મનવાંચ્છિત પતિ મેળવવા માટે આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરે છે.  એટલુ જ નહી આ દિવસે કાળસર્પયોગથી મુક્તિ માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. અહી અમે તમને બતાવી રહ્યા છે એ ઉપાયો વિશે.

કાલસર્પ દોષથી મુક્તિ માટે આ દિવસે વિશેષ પૂજાન અર્ચના કરવામાં આવે છે. આ દિવસે કાલસર્પ દોષથી મુક્તિ માટે સવારે શિવ મંદિરમાં જાવ અને ભગવાન શિવને ધતૂરો ચઢાવો. ત્યારબાદ ઓમ નમ: શિવાયનો જાપ કરો.   એવુ પણ કહેવાય છે કે આ દિવસે નાગ-નાગણના યુગલને શિવલિંગ પર અર્પિત કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળે છે.

જો કોઈ પ્રકારની શારીરિક મુશ્કેલી હોય છે તો કોઈ યોગ્ય પંડિત પાસેથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવવો જોઈએ.  તેનાથી શારીરિક પરેશાની સમાપ્ત થઈ જાય છે.  આ ઉપરાંત જો ઘરમાં અશાંતિ રહેતી હોય તો પંચમુખી રૂદ્રાક્ષની માળા લઈને ઓમ નમ: શિવાયનો જાપ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here