Tuesday, December 7, 2021
Homeમહાશિવરાત્રી પર સોનુ નિગમે કર્યો જય-જયકાર, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Array

મહાશિવરાત્રી પર સોનુ નિગમે કર્યો જય-જયકાર, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

બોલીવૂડનાં મશહુર સિંગર સોનૂ નિગમે મહાશિરાત્રીનાં પાવન અવસરે એક નવું જ ભક્તિ સોંગ રિલીઝ કર્યુ છે. નવા અંદાજમાં ફિલ્માવવામાં આવેલા આ ગીતનાં વીડિયોને સોનૂ નિગમે સોશ્યલ મીડિયા પર શેયર કર્યો છે.જ્યારે યુટ્યુબમાં ટાઈમ્સ સ્પ્રિંચ્યુઅલનાં સત્તાવાર એકાઉન્ટ પર અપલોડ કર્યુ છે. મહાશિવરાત્રનાં અવસરે સોનૂ નિગમે આ ગીત અલગ અદાજમાં ગાયું છે. જેથી કોઈ પણ લોકો આ ગીત ગાવા માટે મજબૂર થાય છે. આ ગીત મહામૃત્યુંજય મંત્રનાં જાપથી શરૂ કરાયું છે. સોનૂ નિગમે અત્યંત સાદગી સાથે આ ગીતમાં સ્વર આપ્યો છે.

https://www.instagram.com/p/BugMHdshQzO/?utm_source=ig_embed

સોનૂ નિગમે વિડીયો સોન્ગનો એક નાનકડી ક્લીપ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સોનુએ જણાંવ્યું કે નેપાળનાં વિવિધ લોકેશન પર આ ગીત શૂટ કર્યુ છે. સોનુ નિગમે આ ગીતને સોશ્યલ મિડીયા પર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મહાશિવરાત્રીનાં પુણ્ય અવસરે શિવ શંકર ગીત પ્રસ્તુત કરી રહ્યો છું. આ ગીત ધર્મની અવધારણાથી પરે છે. આ ગીતને શ્રેયસ પુરાણીકે ખુબ સારી રીતે કમ્પોઝ કર્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments