Sunday, November 28, 2021
Homeમહાસંવાદમાં મોદીનો PAKને કડક સંદેશો- સીમા પર જવાન હાજર, અમારુ પરાક્રમ નહીં...
Array

મહાસંવાદમાં મોદીનો PAKને કડક સંદેશો- સીમા પર જવાન હાજર, અમારુ પરાક્રમ નહીં રોકાય

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં ભાગ લીધો છે. મિશન 2019 માટે પીએમ સમગ્ર દેશમાં 15 હજાર જગ્યાએ એકત્ર થયેલા પાર્ટી કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન શરૂ કર્યું છે. અંદાજે એક કરોડ બીજેપી કાર્યકર્તાઓ નમો એપના માધ્યમથી વડાપ્રધાન મોદી સાથે જોડાયા છે. બીજેપી આને દુનિયાની સૌથી મોટી વીડિયો કોન્ફરન્સ ગણાવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું મહાસંવાદમાં

– સમગ્ર દેશ આજે જવાનો સાથે છે, મને મારી સેના પર ગર્વ છે
– દુશ્મન ભારતને અસ્થિર કરવા માંગે છે                                                                                       – આપણે બધા પરાક્રમી દેશના નાગરિક છીએ.
– દુશમન આપણા દેશનો વિકાસ રોકવા માગે છે
– આપણો દેશ નવી નીતિ-રીતિ સાથે આગળ વધશે
– આજે આપણાં દેશનો દરેક નાગરિક આત્મવિશ્વાસથી ભરેલો છે

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી બીજેપીના બૂથ કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકસભા ચૂંટણી 2019માટે જીતનો મંત્ર આપશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ બીજેપી દિલ્હી પ્રદેશ કાર્યાલયથી આ કાર્યક્રમમાં સામેલ થશે. બીજેપી શાસિત રાજ્યોના દરેક મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી આ કાર્યક્રમમાં સામેલ થશે.

બીજેપી આ સંવાદ દરેક 14,000 જિલ્લા, 896 જિલ્લા અને મહાનગરમાં આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે વિસ્તારમાં શક્તિ કેન્દ્ર તેમના મંડળ કાર્યાલયથી 20 કિમીથી વધારે દૂર છે ત્યાં આ કાર્યક્રમ શક્તિ કેન્દ્ર પર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદી મેરા બૂથ સબસે મજબૂત વીડિયો કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ બીજેપીના ફેસબુક પેજ, ટ્વિટર હેન્ડલ, યૂ-ટ્યુબ ચેનલની સાથે સાથે એપ પ્લેટફર્મના માધ્યમથી કરવામાં આવશે. પાર્ટીએ દાવો કર્યો છે કે, મોદીનું સંબોધન વિવિધ ડિજિટલ પ્લેટફર્મના માધ્યમથી અંદાજે 10 કરોડ લોકો સુધી પહોંચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments