નવી દિલ્હીઃ પુલવામા હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ POKમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણઓનો નાશ કર્યો તે કામગીરીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. દરેક ભારતીય વાયુસેનાના આ સાહસની પ્રશંસા કરી રહ્યો છે. ભારતીય ઉદ્યોગ જગતે પણ ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમડી આનંદ મહિન્દ્રાએ પણ આ કાર્યવાહીને બિરદાવી છે. આ સિવાય બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ આ કાર્યવાહીને યોગ્ય ગણાવી છે.
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમડી આનંદ મહિન્દ્રાએ ભારતીય વાયુસેનાની કાર્યવાહીનું સમર્થન કર્યું છે. એક ટ્વિટમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું કે તેઓ સુરક્ષિત રીતે પરત આવી ગયા… જે એક ઉપલબ્ધી છે. તો ચાલો આપણે તે લોકોની નિરંતર સુરક્ષા માટે પ્રાર્થના કરીએ જે આપણી રક્ષા કરે છે…આનંદ મહિન્દ્રાના આ ટ્વિટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકો તેમના ટ્વિટને લાઈક કરી ચૂક્યા છે.
And they returned safely… which is a feat in itself. Let us pray for the continued safety of those who protect us… https://t.co/DU4iq1hc36
— anand mahindra (@anandmahindra) February 26, 2019
ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને કરેલી કાર્યવાહીનો બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે પણ સ્વાગત કર્યું છે. અક્ષય કુમારે આ કાર્યાવાહી પર ટ્વિટ કરીને લખ્યું છે કે ભારતીય વાયુસેનાની આ કાર્યાવાહી પર અમને ગર્વ છે. અંદર ઘુસીને મારો.
Proud of our #IndianAirForce fighters for destroying terror camps. अंदर घुस के मारो ! Quiet no more! #IndiaStrikesBack
— Akshay Kumar (@akshaykumar) February 26, 2019