મહિલાએ આ હિરોઈનના કપડાં જોઈએ લખ્યું કહ્યું આસાનીથી છે ઉપલબ્ધ, આવ્યો આ જવાબ

0
34

ડાયરેક્ટર પુનીત મલ્હોત્રાએ હાલમાં જ પોતાની બર્થ-ડે પર એક ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરી હતી, જેમાં બૉલીવુડની તમામ હસ્તિઓએ ભાગ લીધો હતો. આ દરમ્યાન ફિલ્મ ‘સત્યમેવ જયતે’ની અભિનેત્રી આયશા શર્માના બોલ્ડ લુકે સૌ કોઈનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું.

પાર્ટીમાં આયશાએ પ્રિન્ટેડ બેકલેસ જમ્પસૂટ પહેર્યુ હતું. તેમનો આ ડ્રેસ ચાહકોને ખૂબ રિવીલિંગ લાગી, જોકે, આ ડ્રેસને કારણે તેઓ પોતાને અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરતી હોય તેવુ જોવા મળ્યું. પોતાના દેખાવને પૂર્ણ કરવા માટે આયશાએ લાઇટ મેકઅપની સાથે ન્યૂડ લિપસ્ટિક પણ લગાવી હતી.

સોશિયલ મીડિયામાં આયશાની ડ્રેસ સંભાળતી હોય તેવી તસ્વીરો અને વીડિયો જોતા જ વાયરલ થયાં, ત્યારબાદ યૂઝર્સે જબરજસ્ત રીતે ટ્રોલ કરવાનુ શરૂ કર્યુ. એક મહિલા યૂઝરે આયશાની તસ્વીર પર કોમેન્ટ કરીને ઈઝીલી અવેલેબલ જણાવ્યુ હતું.

https://www.instagram.com/p/Bs3HEkhlH29/?utm_source=ig_embed

હવે આયશાએ ટ્રોલનો જવાબ આપતા લખ્યું છે, “મહિલા જે કપડાં પહેરે છે, તેનાથી તેના ચરિત્રહીન અને ઉપલબ્ધ હોવાની ખબર પડે છે, આ કહેવુ સંપૂર્ણ રીતે અયોગ્ય છે… સાડી પહેરેલી છોકરી પણ હોઈ શકે છે. આયશાએ લખ્યું, તેમાં કોઈ આશ્ચર્ય નથી કે આપણા દેશમાં પુરૂષ મહિલાઓ પ્રત્યે જઘન્ય ગુના કરે છે અને અમે કોઈ વસ્તુને ઓછી આંકતા નથી.”

આયશાએ લખ્યું, જો તમને આ પસંદ નથી તો તમે તેને પહેરી શકતા નથી, પરંતુ મારા કપડાંથી મારા ચરિત્ર અંગે કશુ પણ કહેવુ બિલકુલ અયોગ્ય છે. તમારી આ કોમેન્ટ તમારી અસુક્ષાની ભાવનાને બતાવે છે. જો હું તમારા સ્થાને હોત તો કદાચ બહેતર ચીજ કરી શકી હોત. ઉલ્લેખનીય છે કે આયશાએ જૉન અબ્રાહમની સાથે ‘સત્યમેવ જયતે’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here