Thursday, October 21, 2021
Homeમહિલાઓના વર્જિનિટી ટેસ્ટ પર પ્રતિબંધ લાગશે, આરોપીને સજા અપાશે
Array

મહિલાઓના વર્જિનિટી ટેસ્ટ પર પ્રતિબંધ લાગશે, આરોપીને સજા અપાશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે કોઈ પણ મહિલાનો જબરજસ્તી વર્જિનિટી ટેસ્ટ કરાવવો ગુનો માનવામાં આવશે. રાજ્યમાં અમુક સમાજમાં આ પરંપરા છે. આ સમાજમાં નવપરણિત મહિલાઓને સાબિત કરવાનું હોય છે કે, તેઓ લગ્ન પહેલાં કુવાંરી હતી.

ગૃહ રાજ્યમંત્રી રંજીત પાટિલે આ વિશે અમુક સમાજના સંગઠનો સાથે એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. શિવસેના પ્રવક્તા નીલમ ગોરેહ પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. મંત્રીએ કહ્યું કે, હવે વર્જિનિટી ટેસ્ટને યૌન શોષણ માનવામાં આવશે. આ વિશે લૉ અને જસ્ટિસ વિભાગ સાથે વાત કરીને સર્ક્યુલર બહાર પાડવામાં આવશે. તેમાં તેને દંડનીય અપરાધ જાહેર કરવામાં આવશે.

મહિલાના સન્માનને ઈજા પહોંચાડનાર આ રિવાજ કંજરભાટ અને અન્ય અમુક સમુદાયમાં છે. આ જ સમુદાયના અમુક યુવકોએ આ રિવાજ વિરુદ્ધ ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે. રંજિત પાટિલે એવું પણ કહ્યું છે કે, તેમનો વિભાગ યૌન શોષણ મામલે દર બે મહિને સમીક્ષા કરશે અને સુનિશ્ચિત કરશે કે કોર્ટમાં આવા કેસ ઓછાપેન્ડિંગ રહે.

શું છે વર્જિનિટી ટેસ્ટ?: વર્જિનિટી ટેસ્ટ અંર્તગત નવપરિણીત મહિલાએ તેમની ફર્સ્ટ નાઈટે તેની વર્જિનિટી સાબીત કરવાની હોય છે. સમાજના પંચના સભ્યો ફર્સ્ટ નાઈટે ઉપયોગમાં લેવામાં આવેલી ચાદર ચેક કરે છે. જો સફેદ ચાદર પર લોહીના ડાઘા ન મળે તો તે લગ્નને ગેરકાયદે જાહેર કરે છે.

રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે કંજરભાટ સમુદાયમાં સુહાગરાતના સમયે રૂમની બહાર પંચાયતના લોકો હાજર હોય છે અને જે ચાદર જોઈને નક્કી કરે છે કે, દુલ્હન વર્જિન છે કે નહીં. જો વરરાજા લોહીના ડાઘાવાળી ચાદર લઈને રૂમની બહાર આવે છે તો દુલ્હન વર્જિનિટી ટેસ્ટ પાસ કરી લે છે. પરંતુ જો ચાદર પર લોહીના ડાઘા ન મળે તો પંચાયત દુલ્હન પર ભૂતકાળમાં કોઈની સાથે સંબંધ હોવાનો આરોપ લગાવી દે છે.

બે વર્ષ પહેલાં એક મહિલાએ ‘સ્ટોપ ધી V ટેસ્ટ’ નામથી એક આંદોલન શરૂ કર્યું હતું. ડિસેમ્બર 2017માં નવવિવાહિત તમાઈચિકર અને તેમના પતિ વિવેકે આ પ્રથાનો વિરોધ કર્યો હતો. આ કેમ્પેઈનને ઘણાં યુવકોએ સમર્થન આપ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments