મહિલાઓનું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે Instagram, જાણો કેવી રીતે?

0
28

મોડર્ન જમાનામાં ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. યુવા હોય કે બાળકો, આજકાલ દરેક લોકો ગેમ્સ એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી એપનો દિલ ખોલીને ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ કદાચ તમે એ વાતથી અજાણ છો કે આ તમને શારીરિક સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડી રહ્યું છે. તાજેતરમાં જ એક સર્વેને ધ્યાનમાં રાખતા ઇન્સ્ટાગ્રામને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માનવામાં આવી રહ્યું છે જ્યારે બીજા નંબર પર સ્નેપચેટ રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ કેમ છે ખરાબ?
આ એપ્સની રેટિંગ સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો પર કરવામાં આવી છે. ‘ઇન્સ્ટાગ્રામ’ માટે જે સૌથી મોટી સમસ્યા જણાવવામાં આવી છે એ છે મહિલાઓના બોડી લુક લઇને. યુવા વર્ગ સોશિયલ મીડિયા પર ફોટો નાંખવામના ચક્કરમાં ફોટો ક્લિક કરે છે અને પોસ્ટ કરતાં પહેલા સારા દેખાવવાના ચક્કરમાં ફિલ્ટર કરવામાં સમય લગાડી દે છે. જેના કારણે તેઓ એમના વધતા વજન પર પણ ધ્યાન આપી શકતા નથી.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઇ અન્ય આયુષ્ય વર્ગની સરખામણી 90 ટકા યુવા કરે છે. એટલા માટે યુવાઓ પર એની અસર વધારે પડે છે.

આજકાલ લોકો કલાકો સુધી આ એપ્સનો ઉપયોગ કરતા રહે છે, જેના કારણે પૂરતી ઊંઘ લઇ શકતા નથી. તેમજ અનેક બિમારીઓની ચપેટમાં આવી શકે છે. એના કારણે યુવાઓની બોડી પર પણ ખરાબ અસર પડે છે.

આ એપ્સના ચક્કરમાં યુવા દિવસમાં તો મોબાઇલનો ઉપયોગ કરે છે પરંતુ એ મોડી રાત સુધી પણ એનો પીછો છોડતા નથી. પરંતુ તમને જણાવી દઇએ કે કલાકો સુધી મોબાઇલનો ઉપયોગ સ્કિન અને આંખો પર ખરાબ અસર પડે છે.

આવી રીતે કરો બચાવ
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રિમાઇન્ડર
સોશિયલ મીડિયા પર તમારા દ્વારા ખર્ચ કરવામાં આવતો સમય સીમિત કરવા માટે તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રિમાઇન્ડર લગાવી શકો છો. કારણ કે તમે જોઇ શકો કે તમે દરરોજ કેટલો સમય પસાર કરો છો.

ખોટી વેબસાઇટને કરો બ્લોક
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી ધ્યાન ભટકાવનારી વેબસાઇટોને બ્લોક કરવા માટે તમે એપ્સનું એક બોક્સ પણ ડાઉનલોડ કરી શકો છો.

સૂતા પહેલા ના કરો ઉપયોગ
ઘણા બધા લોકો સૂતા પહેલા જોરદાર આ એપ્સનો ઉપયોગ કરે છે. સાતે એનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને વધારે નુકસાન પહોંચાડે છે એટલા માટે સૂતા પહેલા ફોનથી અંતર રાખવું સારું છે.

આઉટડોર એક્ટિવિટીઝનો કરો ઉપયોગ અને મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here