Tuesday, December 7, 2021
Homeમહિલાઓ સામેના વિવાદિત નિવેદનને લઇને વડોદરામાં મહિલા સંગઠને હાર્દિક પંડ્યાનું પૂતળું સળગાવ્યું
Array

મહિલાઓ સામેના વિવાદિત નિવેદનને લઇને વડોદરામાં મહિલા સંગઠને હાર્દિક પંડ્યાનું પૂતળું સળગાવ્યું

વડોદરાઃ કૉફી વિથ કરનમાં મહિલાઓને લઇને કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઇને આજે વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનો વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સંગઠને હાર્દિક પંડ્યાના પૂતળાનું દહન કર્યું હતું.

વડોદરા શહેરમાં પણ ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે વિરોધ વધી રહ્યો છે, ત્યારે વડોદરાના મહિલા સંગઠન દ્વારા બીસીસીઆઇને પત્ર લખીને ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવશે.

હાર્દિક પંડ્યાએ શોમાં કહ્યું હતું કે તેના મમ્મીને ખ્યાલ છે કે તે પોતાની પાસે કોન્ડોમ રાખે છે. વધુમાં હાર્દિકે શોમાં દાવો કર્યો હતો કે તેનો પરિવાર દરેક બાબતમાં એકદમ ઓપન છે. જ્યારે તે વર્જિનિટી ગુમાવીને ઘરે આવ્યો ત્યારે તેણે પેરેન્ટ્સને એમ કહ્યું હતું કે ‘આજ કરકે આયા..” આ સાંભળીને તેના પેરેન્ટ્સ હાર્દિક સામે જોઈ રહ્યાં હતાં અને તેમનું રિએક્શન એવું હતું કે, તેમનો દીકરો હવે મોટો થઈ ગયો છે. શોમાં કે. એલ. રાહુલે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે પણ તે નાઈટ ક્લબમાં જતા ત્યારે હાર્દિક તેને ક્લબમાં એકલો મૂકી દેતો અને તે છોકરી સાથે વાત કરવા લાગતો. કલાક સુધી વાત કર્યાં બાદ હાર્દિક તે છોકરીને લઈને રાહુલને મળાવવા લાવતો અને છોકરીને કહેતો આ મારો ફ્રેન્ડ રાહુલ છે. એટલે છોકરી પોતાનું નામ કહેતી અને રાહુલ સાથે હાથ મિલાવતી. આ રીતે હાર્દિક છોકરીઓના નામ જાણી લેતો હતો. આટલું જ નહીં હાર્દિક એક જ રોમેન્ટિક મેસેજ એકથી વધુ યુવતીઓને ફોરવર્ડ કરતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments