મહિલાના ક્રિકેટર પર જોરદાર આરોપો, પ્રેમી સાથે યૌન સંબંધ બનાવી મારી પર કર્યો બળાત્કાર

0
60

ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ વોરસેસ્ટશાયરના એક પ્રોફેશનલ ક્રિકેટર એલેક્સ હેપબર્નને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 23 વર્ષના હેરબર્ન પર એક મહિલાએ કથિતરૂપે બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે.

હકીકતમાં વોરસેસ્ટરશાયર તરફથી રમતા આ ક્રિકેટર પર આરોપ છે કે તેણે સૂઇ રહેલી મહિલા પર બળાત્કાર ગુજાર્યો. આ ઉપરાંત હેપબર્ન પર તે પણ આરોપ છે કે તેણે પોતાના સાથે જૉ ક્લાર્ક સાથે યૌન સંબંધ બાંધ્યા બાદ સૂઇ રહેલી મહિલા સાથે પણ શારીરિક સંબંધો બાંધ્યાં. આ સમગ્ર મામલો હાલ કોર્ટ સુધી પહોંચ્યો છે.

તેવામાં એલેક્સ હેપબર્ને આ આરોપોને નકારી કાઢતાં જણાવ્યું કે પીડિતા જાણતી હતી કે શું થઇ રહ્યું છે. જૂરી મેમ્બરને જણાવતા પીડિતાએ કહ્યું કે તેને પહેલા વિશ્વાસ હતો કે તે ક્લાર્ક સાથે સૂતી છે પરંતુ તે જાણતી ન હતી કે હેપબર્ન સાથે સૂઇ રહી છે જે 23 વર્ષનો છે.

પીડિતાની વકીલે દાવો કર્યો કે પીડિતાને હેપબર્નના વાળ સ્પર્શ કર્યા બાદ અહેસાસ થયો કે તે ક્લાર્ક સાથે નથી. તે બાદ જ્યારે પીડિતાએ હેપબર્નને પૂછ્યું તો તેણે જણાવ્યું કે, તું ખૂબ જ સુંદર છે અને તે બાદ 23 વર્ષીય ક્રિકેટરે પીડિતાને શારીરિક સંબંધ બાંધવા માટે ઉશ્કેરી. પરંતુ તેણીએ ઇનકાર કરી દીધો.

પીડીતાની વકીલે હેપબર્નના વૉટ્સએપ ગ્રુપના માધ્યમથી જણાવ્યું કે ‘સ્ટેટ ચૅટ ગ્રુપ’ની તે મહિલાઓની વિગતોનો રેકોર્ડ કરવા કહ્યું હતું જેની સાથે તેણે શારિરીક સંબંધો બાંધ્યા છે. તેણે અદાલતમાં તે ગ્રુપના નિયમો પણ વાંચ્યા જે થોડા દિવસો અગાઉ તેમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ તે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ક્રિકેટ માટે ગેમ ઓછી કરવાની હતી. જણાવી દઇએ કે આ મામલો વૉટ્સએપ ગેમ ‘સેક્સુઅલ કનક્વેસ્ટ ગેમ’નો છે.