Sunday, October 17, 2021
Homeમહિલા અને પરિવારની આડમાં દેશી તમંચાનો વેપાર, MP-UPથી ગુજરાતમાં ડિલિવરી
Array

મહિલા અને પરિવારની આડમાં દેશી તમંચાનો વેપાર, MP-UPથી ગુજરાતમાં ડિલિવરી

અમદાવાદ:  ગુજરાતમાં અવાર નવાર હેન્ડ મેડ તમંચા પકડાય છે. હાલ ગુજરાતમાં મહિલા અને પરિવારની આડમાં દેશી હથિયારોનો વેપાર થઈ રહ્યો છે. પોલીસને શંકા ન જાય તે માટે હથિયાર વેચનાર ગેંગ મહિલાઓના સામાનમાં હથિયાર છુપાવીને રાખે છે. કેટલાય કિસ્સાઓમાં ખુલાસાઓ થયા છે કે ગુજરાતમાં સૌથી વધુ હથિયારોની ડિલિવરી UP-MPમાંથી થાય છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારી મુજબ મોટા ભાગના કેસમાં જાણવા મળ્યું કે UP-MPના ભિંડ મુરેનીમાં કેટલાક લોકો પોતાના ઘરે જ તમંચા બનાવતા હોય છે.

કટ્ટાથી જયંતી ભાનુશાળીની હત્યા

તાજેતરમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની રેલવેના ફર્સટ ક્લાસ કોચમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યા કોન્ટ્રાક્ટ કિલિંગ હોવાનું પોલીસ માની રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ભાનુશાળીની દેશી કટ્ટાથી હત્યા કરવામાં આવી હતી. અગાઉ આ પ્રકારના તમંચા પોલીસને અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરોમાંથી કેટલાક ગુનેગારો પાસેથી મળી આવ્યા હતા.

MP-ગુજરાત બોર્ડર પરથી હથિયારોનું સપ્લાય

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના હથિયારોની ડિલિવરી માટે ખાસ રૂટનો ઉપયોગ કરવામાં આવે છે, સામાન્ય રીતે ડિલિવરી કરનાર એકલ-દોકલ આવવાના બદલે બીજા રાજ્યમાંથી આવતી ખાનગી બસમાં પરિવાર સાથે આવતા હોય છે. અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 5 દેશી તમંચા પકડ્યા હતા જેમાં તમંચા સપ્લાય કરવા પાછળ મહિલા કેરીયર હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા ગુજરાત MP-ગુજરાત બોર્ડર પર આવેલા ગામમાં હથિયારની ડિલિવરી કરી હતી. બીજી તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોટા ભાગે અન્ય રાજ્યમાંથી આવતી ખાનગી બસોમાં આ પ્રકાર અનેક વખત હથિયારો પકડાયા છે. પકડાયેલા આરોપીઓ મુજબ તેમના પર કોઈ શંકા ન કરે તે માટે તેઓ પરિવારને સાથે રાખે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments