મહિલા ક્રિકેટ : ઈંગ્લેન્ડે બીજી ટી-20માં ભારતને 5 વિકેટે હરાવ્યું, સીરિઝમાં 2-0થી આગળ

0
14

સ્પોર્ટસ ડેસ્ક. ઈગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે આજે ગુરૂવારે રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતને 5 વિકેટે હરાવી છે. જેથી ત્રણ ટી-20ની સીરિઝમાં ઈગ્લેન્ડની ટીમ 2-0થી આગળ રહી છે. આ સીરિઝમાં પહેલી મેચ ઈગ્લેન્ડે 41 રનથી જીતી હતી. ભારતીય મહિલા ટીમ સતત છેલ્લી 6 ટી-20થી હારનો સામનો કરી રહી છે.

ઈગ્લેન્ડની ડેનિએલાએ 6 સિક્સર લગાવી

સ્પોર્ટસ ડેસ્ક. ઈગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે આજે ગુરૂવારે રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતને 5 વિકેટે હરાવી છે. જેથી ત્રણ ટી-20ની સીરીઝમાં ઈગ્લેન્ડની ટીમ 2-0થી આગળ રહી છે. આ સીરીઝમાં પહેલી મેચ ઈગ્લેન્ડે 41 રનથી જીતી હતી. ભારતીય મહિલા ટીમ સતત છેલ્લી 6 ટી-20થી હારનો સામનો કરી રહી છે.
આજે રમાયેલી મેચમાં ઈગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સામે બેટિંગ માટે મેદાને ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 111 રન કર્યા હતા. મિતાલી રાજે 20 રન કર્યા હતા જે ટીમ માટેનો શ્રેષ્ટ સ્કોર હતો. જ્યારે ઈંગ્લેન્ડની કેથરિન બર્ન્ટ 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. લિંસે સ્મિથે 11 રન આપીને બે વિકેટ લીધી હતી.
ભારતીય ટીમમાંથી મિતાલી સિવાય ઓપનર હરલીન દેઓલે 21 બોલમાં 14 રન, કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 5 બોલમાં 12 રન, દીપ્તિ શર્માએ 22 અને ભારતી ફૂલમાળીએ 20 બોલમાં 18-18 રન કર્યા હતા. જોકે જેમિના રોડ્રિગ્ઝ, શિખા પાંડેય, તાનિયા ભાટિયા, રાધા યાદવ અને એકતા બિષ્ટ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી.
સ્કોરનો સામનો કરતા બીજી ઈનિંગમાં ઈગ્લેન્ડે 19.1 ઓવરમાં જ 144 રન બનાવી મેચ જીતી લીધી હતી. ઈગ્લેન્ડની ઓપનર ડેનિએલા વોટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 55 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. તેણે આ મેચમાં 6 સિક્સર લગાવી હતી. તેને પ્લે ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેના સિવાય લૉરેન વિનફિલ્ડે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા.
ઈગ્લેન્ડની ટીમ વતી વોટ અને વિનફિલ્ટ સિવાય અન્ય કોઈ મહિલા ખેલાડી બે આંકડાના રન કરી શકી નહોતી. ભારત તરફથી એકતા બિસ્ટે 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. તો દીપ્તિ શર્મા, રાધા યાદવ અને પૂનમ યાદવે ઈગ્લેન્ડની એક – એક વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here