Monday, October 18, 2021
Homeમહી નદીમાં ડૂબતા યુવાનનો જીવ બચાવનાર વડોદરાની યુવતીને ટીવી શોના રિયલ હીરોઝમાં...
Array

મહી નદીમાં ડૂબતા યુવાનનો જીવ બચાવનાર વડોદરાની યુવતીને ટીવી શોના રિયલ હીરોઝમાં સ્થાન મળ્યું

વડોદરાઃ વડોદરા શહેરની યુવતી ભર્ગસેતુ શર્માની રોડીઝ રીયલ હીરોઝ કેટેગરીમાં પસંદગી થઇ છે. એમટીવીના શો રોડીઝમાં આ વર્ષે રીયલ હીરોઝની કેટેગરી રાખવામાં આવી છે. પોતાના જીવનમાં અન્ય લોકોને પ્રેરણા મળે તેવા કાર્યો કર્યાં હોય તેવા યુવાનોને આ કેટેગરી અંતર્ગત ડાયરેક્ટ શોમાં એન્ટ્રી મળે છે. રોડીઝ રીયલ હીરોની કેટેગરીમાં ફક્ત 3 જ યુવાનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં હૈદરાબાદના મીલિન્દ ચંદવાની, નેપાળના બિધાન સાથે વડોદરાની ભર્ગસેતુ શર્માનો સમાવેશ થાય છે.

જીવના જોખમે ભર્ગસેતુએ યુવાનને બચાવ્યો હતો
વર્ષ 2018માં સાવલી સ્થિત રસલપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબી રહેલા યુવકને ભર્ગસેતુ શર્માએ જીવના જોખમે બહાર કાઢીને તેને જીવનદાન આપ્યું હતું. નદીમાં ડુબી રહેલા યુવકને 20 ફુટ ઉંડેથી બહાર લાવીને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સી.પી.આરની 30 મિનીટ સુધી સારવાર મળ્યા બાદ યુવક સ્વસ્થ થયો હતો. તેની આ બહાદુરી ભર્ગસેતુને તાજેતરમાં રક્ષામંત્રીના હસ્તે દિલ્હી ખાતે રક્ષા મંત્રી પદકથી સન્માનિત કરવામાં આવી હતી. તેની આ જ બહાદુરી માટે રોડીઝ રિયલ હીરોઝમાં તેની પસંદગી કરવામાં આવી છે. ઇન્દોર ખાતે રોડીઝના ઓડીશનમાં તેનું સિલેક્શન થયું હતું.
ભર્ગસેતુ શર્મા એક મહિના સુધી રોડીઝ માટે શુટિંગ કરશે
ઓડિશનમાં હોકી પ્લેયર સંદીપ સિંઘે જણાવ્યું હતુ કે અન્યના જીવની રક્ષા કરવાના સંસ્કાર વ્યક્તિને તેની પરવરિશમાંથી મળે છે. ભર્ગસેતુ શર્મા આગામી એક મહિના સુધી રોડીઝ માટે શુટિંગ કરશે. વાઘોડિયા રોડ પર રહેતી ભર્ગેસેતુ શર્મા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સોશિયોલોજી ફેકલ્ટીમાં માસ્ટર્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અને એનિમલ રેસક્યૂ માટે કાર્યરત છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments