મહેબૂબા મુફ્તીએ સરહદ પર ચાલી રહેલા સંઘર્ષને ‘નાટક’ ગણાવ્યું, કહ્યુ કાશ્મીરીઓ ભોગવી રહ્યા છે

0
47

નવી દિલ્હી: પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાર-પલટવારની હાલત વચ્ચે હવે ઇમરાન સરકારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા છે. અભનંદન ભારત પરત ફર્યા બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થયો હોય એમ અનભવાઇ રહ્યુ છે. પરંતુ આ બધામા જમ્મૂ કશ્મીરની પુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મૂફતીએ સરહદ પર ચાલી રહેલા સંઘર્ષપુર્ણ વાતાવરણને ડ્રામા ગણાવીને રાષ્ટ્રીય રાજકારણમાં ઉકળાટ વધાર્યો છે.

ઉલ્લેખનીય છે કે પીડીપીના સુપ્રીમો અને પુર્વ સીએમ મહેબુબા પુલવામા હુમલા બાદ સતત પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં છે. અનુચ્છેદ 35-A પર મહેબુબાએ સખ્ત ટિપ્પણી કરી છે અને જમાતે ઇસ્લામી કાર્યકર્તાઓની ધરપકડને લઇને પણ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. વધુમાં મહેબુબાએ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સીમા પર ડ્રામા કરી લિધો છે અને તેનાથી સૌથી કોઇ પીડિત કોઇ બન્યું હોય તો પ્રદેશની નિર્દોષ જનતા છે.

આ પહેલા જમાતે ઇસ્લામી કશ્મીરના નેતાઓ અને અલગાવવાદી નેતાઓ પર કાર્યવાહીનો મહેબૂબા મુફતી વિરોધ કરી ચૂકી છે. વિરોધ કરતા જણાવ્યું કે આ પ્રકારના મનઘંડત પગલાઓને હું સમજી નથી શકતી કારણે કે આવા કારણોથી મામલો વધારે ગુંચવાશે. આપ એક વ્યક્તિને જેલમાં નાખી શકો છો પણ એના વિચારોને નહિ. પાર્ટી કાર્યકર્તાઓ સાથે તેઓ આ બાબતના વિરોધ પ્રદર્શનમાં પણ જોડાયા હતા.અભિનંદનની મુક્તિ પર ઇમરાન ખાનની પ્રશંસા કરી હતી.

28 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની સંસદમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવા અંગે કરેલી ઘોષણાને પણ તેમણે વધાવી હતી અને કહ્યું હતુ કે પાકિસ્તાનના પીએમએ આજે અસલી રાજનેતા હોવાનો પરિચય આપ્યો છે. હવે આપણા રાજનેતાઓની જવાબદારી છે કે તેઓ આગળ કદમ ઉઠાવીને હાલના તણાવને ખતમ કરવા માટે નિર્ણય લે. જમ્મૂ કશ્મીરની પ્રજા દબાણમાં છે. આ બધુ ક્યા સુધી સહન કરીશું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here