Tuesday, September 28, 2021
Homeમહેસાણાથી વિસનગર દારૂ લઇને આવતો યુવક ઝડપાયો
Array

મહેસાણાથી વિસનગર દારૂ લઇને આવતો યુવક ઝડપાયો

વિસનગર ડીવાયઅેસપી ટીમે શહેરના મહેસાણા ચાર રસ્તા નજીક અેક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી દારૂની 105 બોટલ, મોબાઇલ અને અેક્ટીવા મળી રૂ.47,550નો મુદ્દામાલ કબજે લીધો હતો. દારૂ મહેસાણાથી લાવ્યો હોવાનું બહાર આવતાં બે જણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

વિસનગરના મહેસાણા ચાર રસ્તા નજીક વિદેશી દારૂ અાવવાની બાતમી મળતાં હે.કો. મહિપાલસિંહ, પુષ્પેન્દ્રસિંહ સહિત સ્ટાફે મહેસાણા ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી જ્યાં સામેથી અાવી રહેલ અેક્ટીવાનો ચાલક શંકાસ્પદ લાગતાં તેને રોકી તલાશી લેતાં તેના અેક્ટીવામાંથી વિદેશી દારૂની નાની 105 બોટલ મળી અાવી હતી જેની પૂછપરછ કરતાં તેનું નામ પ્રજાપતિ રોહિત લલ્લુભાઇ (રહે. પટેલનગર સોસાયટી) હોવાનું તેમજ આ દારૂ મહેસાણાના પટેલ કનુભાઇ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂની બોટલો, બે મોબાઇલ અને અેક્ટીવા મળી 47550નો મુદ્દામાલ કબજે લઇ પ્રજાપતિ રોહિત લલ્લુભાઇની ધરપકડ કરી બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments