Monday, September 20, 2021
Homeરાજપીપળામાં આધાર કાર્ડની કામગીરી બંધ થતા લોકો અટવાયા
Array

રાજપીપળામાં આધાર કાર્ડની કામગીરી બંધ થતા લોકો અટવાયા

રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે છેલ્લા 15 દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ થઈ જતા લોકો ધક્કે ચઢી રહ્યા છે. રાજપીપળા શહેરમાં નગર પાલિકા અને મામલતદાર કચેરી મળી ફક્ત બે જગ્યાએ આધારનું કામ થતા આમ પણ લાંબી લાઈનો પડતી હતી જેમાં હાલ પંદર દિવસથી પાલિકા ખાતે કામ કરતા એજન્સીના માણસો દ્વારા કામગીરી બંધ થતા લોકો અટવાઈ પડ્યા હતા.

અગાઉ બનેલા કાર્ડમાં ઉપરથી જ ઘણી ભૂલો થઈ હતી. જેમાં જન્મ તારીખ સહિતના પુરાવા આપવા છતાં ભૂલોના કારણે લોકોના કાર્ડમાં ઘણા છબરડા થયા બાદ એને સુધારવા પૈસા ખર્ચી લાંબી કતારમાં ઉભા રહેવુ પડ્યું હતું. જેમાં ઘણા લોકોના કાર્ડ બે ત્રણ મહિના થવા છતાં મળ્યા નથી, ત્યારે એજન્સીની ઢીલી કામગીરી કે ઉપર લેવલની ભૂલ ગમે તે હોય પણ હાલ લાભાર્થીઓ ધક્કે ચઢી રહ્યા છે ત્યારે નગરપાલિકા કચેરી પર અને અન્ય જગ્યા પર આધારની કામગીરી જલ્દી શરુ થાય એવી માંગ છે.
આધાર કાર્ડની કામગીરી કરતા સુપરવાઈઝર મુકેશ વસાવાએ જણાવ્યું કે, હાલ પાલિકા પરનું કામ બંધ છે, જ્યારે મામલતદાર કચેરી પર કામ ચાલુ છે પાલિકા કચેરી પર ચાલતી કામગીરીનું સોફ્ટવેર અપડેટમાં ગયું હોય જયારે આવશે ત્યારે ચાલુ થશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments