મહેસાણા : આંબલિયાસણ, ખેરાલુ, પાલનપુર, દિયોદરમાં GSTના દરોડા.

0
7

સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના આંબલિયાસણ અને ખેરાલુ તેમજ બનાસકાંઠાના પાલનપુર અને દિયોદર એમ ચાર વેપારી પેઢીઓમાં સર્ચ દરોડા કરી હાથ ધરાયેલા હિસાબોની ચકાસણીમાં ટેક્ષ વિસંગતતાઓ બહાર આવી છે. જેમાં ત્રણ સ્થળે તપાસ કાર્યવાહી પૂર્ણ થઇ છે, જ્યારે હજુ એક સ્થળે તપાસ ચાલી રહી છે. જેમાં 3 પેઢીઓ પાસેથી રૂ.7.90 લાખની વસૂલાત કરાઇ કરાઇ હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

વેપારમાં બિલિંગ વગર કેટલાક અધ્ધરિયા વ્યવહારોની આશંકામાં જીએસટી તંત્ર સ્થળ પર માલ અને ચોપડાના વ્યવહારો ચકાસતાં ટેક્ષની મોટાપાયે વિસંગતતાઓ બહાર આવતી હોય છે. જેમાં મંગળવાર અને બુધવારે પાલનપુરની મહાવીર સોપારી, દિયોદરમાં પંપ અને પાઇપ બનાવતી હરીશ ફર્મ, ખેરાલુમાં દીપા મોબાઇલ અને આંબલિયાસણમાં કરિયાણાની પટેલ મહેશ શંકરલાલ નામની પેઢીમાં મહેસાણા જીએસટી વિભાગની અલગ અલગ ચાર ટીમોએ સર્ચ દરોડા કર્યા હતા. જેમાં સ્થળ તપાસમાં હિસાબી પત્રકો અને માલ વેરીફીકેશન કરાયું હતું અને હિસાબોમાં વિસંગતતા જણાતાં બાકી ટેક્ષ વસુલવા કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ સ્થળે રૂ. 7.90 લાખ ટેક્ષ વસૂલાયો,એકમાં તપાસ ચાલુ

જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, પાલનપુર મહાવીર સોપારી ફર્મમાં અંદાજે રૂ. 5 લાખ, ખેરાલુ દીપા મોબાઇલમાં અંદાજે રૂ.2 લાખ તેમજ આંબલિયાસણની કરિયાણા ફર્મમાં અંદાજે રૂ.90 હજાર બાકી ટેક્ષ વસુલવાની કાર્યવાહી કરાઇ હતી. જ્યારે દિયોદરની હરીશ એગ્રીકલ્ચર ફર્મમાં બુધવારે પણ તપાસનો દોર ચાલુ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here