Sunday, November 28, 2021
Homeમહેસાણા: એક જ સમાજના બે જૂથ વચ્ચે આડા સંબંધમાં હથિયારો સાથે ઝઘડો,...
Array

મહેસાણા: એક જ સમાજના બે જૂથ વચ્ચે આડા સંબંધમાં હથિયારો સાથે ઝઘડો, બેના મોત

મહેસાણા:  રામપુરા કુકસમાં એક જ કોમના બે જૂથ વચ્ચે આડા સંબંધ મામલે અથડામણ થઈ હતી. તેમાં હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘાતક હથિયારોના હુમલાના પગલે બે યુવકોના મોત થયા હતા.

7 લોકોએ બેને મોતને ઘાટ ઉતાર્યા
  • સોમાજી પુંજાજી ઠાકોર અને જે મહિલા સાથે આડાસંબંધ હતો તેના ભત્રીજા વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ઠાકોર સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા.  જેમાં સોમાજી ઠાકોર સહિત અન્ય 6 લોકોએ ગણેશજી નેનાજી ઠાકોર અને અર્જુનજી અગરજી ઠાકોર ઉપર ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો.
  • મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.  બંને યુવકોની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments