મહેસાણા : કડીમાં બોગસ દસ્તાવેજો બનાવી સરકારી તળાવ વેચવાનું કૌભાંડ

0
24

રાજ્યમાં એક બાદ એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. જ્યારે વધુ એક મહેસાણાના કડીમાં સરકારી તળાવ વેચવાનું કૌભાંડ સામે આવ્યુ છે. રેકોર્ડમાં ફેરફાર કરીને બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 15 વર્ષથી કરવામાં આવતા જમીન કૌભાંડ મુદ્દે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. વર્ષ 2004થી અત્યાર સુધીમાં અધિકારીઓ મળીને જમીન કૌભાંડ આચરતા હતા. SITની તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે આ  મામલે ઈ-ધરા કેન્દ્રના ઓપરેટર, નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર સહિત કુલ 6 લોકો સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.ત્યારે અહીં સવાલો ઉભા થાય છે કે, 2004થી અત્યાર સુધી કેમ કાર્યવાહી ન થઇ? શું કૌભાંડ આચનારા સામે કાર્યવાહી થશે કે પછી અંદરો અંદર ખવાઇ જશે? પોલીસ ફરિયાદ બાદ શું પગલા લેવાશે? અધિકારીઓ સામે કેમ કાર્યવાહી નથી કરાતી, કેમ અધિકારીઓને છાવરવામાં આવે છે? શું 15 વર્ષ સુધી સરકારે કોઇ તપાસ કરી ન હતી? આવા હજારો સવાલો અહીંયા ઉભા થાય છે પણ જવાબ શુન્ય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here