મહેસાણા : પત્નીએ વીડિયો ઉતારી પતિના લગ્નેતર સંબંધોનો પુરાવો આપ્યો તો સાસરીયાએ ત્રાસ વધાર્યો

0
33

મહેસાણા: લગ્નના 9 વર્ષ દરમિયાન દહેજની માંગણી કરી ત્રાસ આપતા પતિના લગ્નેતર સંબધોથી કંટાળેલી મહિલાએ વારંવાર પુરાવા માંગતા પતિની અન્ય મહિલા સાથેના મીઠા સંબધોનો વીડિયો ઉતારવા ફરજ પડી હતી.પતિના લગ્નેતર સંબધોનો પર્દાફાશ કરનાર પત્નીએ અસહ્ય ત્રાસથી આપઘાતનો નિર્ણય લેતા પરિવાર તેને મહેસાણા લઇ જઇ શહેર એ ડિવિઝન પોલીસમા ગુનો નોંધાવ્યો હતો.
યુવતીના આણંદના યુવક સાથે લગ્ન થયા હતા: મહેસાણામા રહેતી યુવતીના લગ્ન 2009મા આણંદમા રહેતા કમલેશભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ સાથે થયા હતા.લગ્નના ટૂંકાગાળામા દહેજના મુદ્દે અસહ્ય ત્રાસ આપનાર પતિ દ્વારા અવાર નવાર યુવતીને પિયરથી દહેજ પેટે રૂ 2 થી 5 લાખ લઇ આવવા માંગણી કરાતી હતી.
સ્પાય કેમેરાથી વીડિયો બનાવ્યો: ભોગ બનનારના કહેવા મુજબ તેમના પતિને અન્ય મહિલાઓ સાથે લગ્નેતર સંબધો હતા અને તે જ્યારે તેનો વિરોધ કરે ત્યારે તેને માર પડતો અને જ્યારે ઝઘડો વધી જાય ત્યારે પતિ દ્વારા પુરાવાની માંગણી થતી હતી. જેને કારણે પતિને રંગે હાથ પકડવા રૂમમાં ગુપ્ત કેમેરા ગોઠવી પતિનો અન્ય મહિલા સાથેના અંગત પળનો વીડિયો બનાવી તેમને આપ્યો હતો.
એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ: વીડિયો આપ્યા બાદપતિ અને સાસરીયાઓનો ત્રાસ વધી જતા તેણીએ આપઘાતના નિર્ણય કર્યો હતો. સાથે જ પિયરમાં ફોન કરતા જ તેઓ પુત્રીને મહેસાણા લઇ ગયા હતા. મહિલાએ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં કમલેશ ભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ, ગોરધનભાઇ પ્રજાપતિ, ભરત ભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ, દિલીપભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ, કલ્પનાબેન દિલીપભાઇ પ્રજાપતિ સામે ગુનો નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here