મહેસાણા : પાટીદાર અનામત આંદોલનના ફરી મંડાણ, એસપીજી સરકાર સામે મોરચો માંડશે

0
32

મહેસાણા: પાટીદાર અનામત આંદોલન ચલાવનાર આંદોલનકારીઓ રાજકીય પક્ષોમાં ભળી જતા છેવટે આંદોલનને પૂરું થયું હોવાનું જાહેર કરાયું હતું. હવે મહેસાણા જીઆઈડીસીના ફેસ-1માં રવિવારે સાંજે સરદાર પટેલ સેવા દળ (એસપીજી)એ રાજ્યકક્ષાનો સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો. તેમાં અધ્યક્ષ લાલજી પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સામે ફરી એકવાર મોરચો માંડવા જાહેરાત કરી હતી.પાટીદાર અનામત આંદોલન દરમિયાનના બાકીના વિવિધ મુદ્દાઓની સમારોહમાં ચર્ચા થઈ હતી. જેમાં જેલમાં બંધ આંદોલનકારીઓને છોડાવવા સહિતના મુદ્દ લડતની તૈયારીઓ માટે કવાયત થઈ હતી.


SPG નવી સરકાર બન્યા બાદ કાર્યક્રમો જાહેર કરશે: અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, અનામત દરમિયાન ઉદભવેલા તમામ મુદ્દાઓ માટે એસપીજીએ પહેલા મહેસાણાથી શરૂઆત કરી હતી. ફરી એજ જોમ સાથે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દાઓ સાથે ગુજરાતમાં આગળ વધીશું. મારા વ્યક્તિગત પ્રશ્નો નથી સમગ્ર સમાજના છે. તેની ચિનગારી હજુ પણ દરેક પાટીદારના દિલમાં છે. આવનાર સમયમાં માગણીઓ પૂરી નહીં થાય ત્યા સુધી લડવાના અમે તમામ હોદ્દેદારો મા ઉમા-ખોડલના સોંગદ લેવાની છીએ. 23મીએ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થાય અને નવી સરકાર બેસે એના થોડા દિવસોમાં અમે કાર્યક્રમ જાહેર કરીશું.
પટેલને આગળ લાવવા વિવાદાસ્પદ બોર્ડ દ્વારા સંદેશો
યુવાન અને જરૂરતમંદ ‘પટેલ’ને નોકરી પર રાખો
આ ‘પટેલ’ના યુવાનોને ધંધામાં આગળ વધવા મદદ કરો
કોઈપણ ચીજવસ્તુની ખરીદી ‘પટેલ’ની દુકાનેથી જ કરો
કોઈપણ ધંધો/ઉદ્યોગો કરતા હોય ત્યાં જરૂર પડતા માણસો તરીકે ‘પટેલ’ જ રાખો
વાહનોના ધંધામાં ડ્રાઈવર-કંડક્ટર તરીકે ‘પટેલ’ જ રાખો
કોઈપણ જાતના વાહનની જરૂર પડે તો ‘પટેલ’ના વાહનને ભાડે રાખો
દૂધ-છાશ જેવી વસ્તુની ખરીદી દૂધ વેચતા ‘પટેલ’પાસેથી જ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here