મહેસાણા : પુત્રમોહમાં પતિએ પત્નીને અસહ્ય માર મારી 4 દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી

0
25

મહેસાણા: નારીપૂજાની સંસ્કૃતિ ધરાવતા સમાજમાં બેટી બચાવો બેટી પઢાવોની વાતો વચ્ચે પણ એવા કેટલાક પરિવારો છે જે આજે પણ પુત્રમોહથી ઘેરાયેલા છે. આવો જ એક વિસનગર તાલુકાનો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો છે. બાળપણમાં થયેલા લગ્ન જીવન દરમિયાન 4 દીકરીઓને જન્મ આપનારી મહિલાને પુત્ર માટે સાસુ અને પતિએ અસહ્ય માર મારી ઘરેથી કાઢી મૂકતાં તેણીએ મહિલા સહાયતા કેન્દ્રમાં આશરો લીધો હતો. જેમાં અહીં કાઉન્સેલીંગને અંતે મહિલાએ નારીગૃહમાં જવાનું પસંદ કર્યું હતું.

વિસનગર તાલુકાની પટેલ જ્ઞાતિની મહિલાના બાળપણમાં લગ્ન થયાં હતાં અને હાલમાં 20 વર્ષ બાદ પણ પતિ દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતો હતો. 4 બાળકીઓને જન્મ આપનારી મહિલા પુત્રને જન્મ નહીં આપવાના મુદ્દે પતિ અને સાસુ અસહ્ય માર મારી ઘરમાંથી કાઢી મૂકતાં મહિલાએ તેની 4 બાળકીઓ સાથે નારીગૃહમાં જવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here