મહેસાણા બેઠક પરથી કોંગ્રેસના એ. જે. પટેલ સામે નીતિન પટેલ ચૂંટણી લડે તેવી શક્યતા

0
21

મહેસાણા: ઉત્તર ગુજરાતની ચાર પૈકીની મુખ્ય એવી મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનું કોકડું ગુંચવાયેલું હતું. પરંતુ આજે બપોર સુધીમાં ભાજપના સત્તાવાર રીતે ઉમેદવાર તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ફાઈનલ થઇ જાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ ગઈકાલે જ ગુજરાતની એક બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા, જે મહેસાણા માટે હતા. અહીંથી પૂર્વ આઈપીએસ અધિકારી એ જે પટેલ ચૂંટણી લડવાના છે.

મહેસાણા લોકસભા માટે નીતિન પટેલને ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા ભારે દબાણ થઈ રહ્યું હતું. જેની સામે આખરે તેઓ ઝૂકી ગયા હતા. રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયાનું ઉમેદવારીપત્ર ભર્યા બાદ તરત જ મહેસાણાથી ભાજપના ઉમેદવાર તરીકે નીતિન પટેલનું નામ જાહેર થવાની સંભાવાના છે.