Tuesday, September 21, 2021
Homeમહેસાણા ભાજપમાં ભડકો, આશા પટેલ અને કે.સી પટેલને ટિકિટ ન આપવા ઠરાવ...
Array

મહેસાણા ભાજપમાં ભડકો, આશા પટેલ અને કે.સી પટેલને ટિકિટ ન આપવા ઠરાવ પસાર કરાયો

મહેસાણાના ઊંઝામાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ભાજપના કાર્યકરોએ લવાદ સમિતિ નિમી છે. ઉમેદવાર નક્કી કરવા કાર્યકરોએ સમિતિ બનાવી છે. જેમાં કે.સી. પટેલ અને આશા પટેલને ટિકિટ ન આપવા માટે ઠરાવ પસાર કરાયો છે. જેમાં ટિકિટ આપશે તો પક્ષને નારાજગીનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

ઉલ્લેખનીય છે કે, કે.સી. પટેલે APMC તોડી પાડી હોવાનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થાનિક અને મૂળ ભાજપના વ્યક્તિને જ ટિકિટ આપવાની માંગ કરી છે. લવાદ સમિતિના મત વિના ટિકિટ અપાશે તો ભાજપને નુકસાન થશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે ત્યારે સમિતિ દ્વારા ઠરાવ કરીને ભાજપને મોકલી આપવામાં આવ્યો છે.

જૂના નેતાઓ કદ પ્રમાણે વેતરાયા

એક બાજુ જૂના નેતાઓના કદ વેતરાયા છે તો બીજી બાજુ આયાતી નેતાઓના સામે ભયાનક રોષ વ્યાપી જતાં ઉંઝા મહેસાણા ભાજપમાં ભડકો થયો છે. પાટીદારોના ગઢ કહેવાતા ઉંઝા અને મહેસાણાના ગામડાઓમાં આશા પટેલની વિરુદ્ધમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે. વીસનગર ભાજપના પૂર્વ મંત્રી મનુભાઇ પટેલે બે દિવસ પહેલા સત્યનારાયણની કથા રાખી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો આવ્યા હતાં અને પાટીદારોએ આશા પટેલનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments