મહેસાણા : માએ 12 દિ’ની બાળકીને પાણીની ટાંકીમાં નાંખી, બે દિવસ બાદ કબૂલાત કરી

0
28

મહેસાણા: કડીમાં સગી માતાએ પોતાની 12 દિવસની બાળકીને પાણીની ટાંકીમાં નાંખી દેતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો છે. ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું છે. હત્યા કર્યા બાદ માતાએ પોતે જ ગુનાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દંપતીના 2015માં પ્રેમલગ્ન થયા હતા. લગ્ન પછી બંન્ને કડીના લુહારકુઈ ખાતે રહેતા હતા. પરિવારમાં 12 દિવસ પહેલા જ બાળકીનો જન્મ થયો હતો. જન્મ બાદ બાળકીને પીળીયો થતા તેની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન પતિ નરેશ દૂધ લેવા નીકળ્યો હતો ત્યારે તેની નજર અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળકીના મૃતદેહ પર પડી હતી. ઘટનાના બે દિવસ બાદ મનીષા બાળકીના મોતને સહન ના કરી શકી અને પોતે જ ગુનાની કબુલાત કરી હતી. મનીષાએ અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળકીને નાંખીને ઢાંકણું બંધ કરી દેતા મોત નિપજ્યું હતું. કડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here