મહેસાણા / સાસુઓના ત્રાસથી છૂટકારો મેળવવા 2 જમાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકને તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી

0
37

  • CN24NEWS-18/06/2019

પ્રેમલગ્ન કરનાર દરબાર યુવાનને સાસુ દર પંદર દિવસે ફોન કરીને ધમકાવે છે ચૌહાણ યુવાનને તેના સાસુએ માર માર્યો હોવાનો આક્ષેપ

મહેસાણા: સાસુઓથી કંટાળેલા બે યુવાનોએ મહેસાણા એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ આપી તેમના ત્રાસથી મુક્ત કરવા માંગણી કરી છે. જેમાં પ્રેમલગ્ન કરનાર દરબાર યુવાનને દર પંદર દિવસે ફોન કરીને સાસુ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ કરી છે. જ્યારે ચૌહાણ યુવાને તેને સાસુએ માર માર્યો હોવાની સાથે 15 દિવસથી પત્નીને સાસરીમાં મોકલતા નહીં હોવાનો આક્ષેપ કર્યો છે.

કિસ્સો-1: સાસુ ફોન કરીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપે છે
મહેસાણા શહેરમાં ગૌરવ ટાઉનશીપમાં રહેતા કાર્તિકસિંહ ઝાલાએ એ ડિવિજન પોલીસમાં તેમની સાસુ સામે આક્ષેપ કરતી ફરિયાદ આપી છે. જેમાં યુવકના કહેવા મુજબ પત્ની સાથે સારું બને છે, પરંતુ સાસુ જીવવા દેતા નથી. સમ્યાંતરે તે ફોન કરીને ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી છે અને તાજેતરમાં તો તું મારા ગામમાં કેમ ગયો હતો તેમ કહી ધમકી આપી હતી. યુવાને કરેલા આક્ષેપ મુજબ, તેની સાસુ ફોન કરીને અપશબ્દો બોલી ત્રાસ ગુજારે છે.

કિસ્સો-2: પત્નીને મારી સાથે મોકલતા નથી અને તેડવા જાઉં તો માર મારે છે
14 વર્ષના લગ્નજીવન દરમિયાન સંતાનો છતાં સાસુનો ત્રાસ હોવાની ફરિયાદ ભાનુપ્રસાદ વાઘેલાએ એ ડિવિજનમાં કરી છે. પત્નીએ આપેલી અરજીને આધારે પોલીસ સ્ટેશન લવાયેલા ભાનુપ્રસાદે પોલીસ સમક્ષ આક્ષેપો કર્યા હતા. જેમાં તેને સાળાના લગ્નમાં ખર્ચની સાથે ખૂબ કામ કર્યુ પરંતુ ફરવા જવા બાબતે બોલાચાલી થતાં હવે પત્નીને સાસરીમાં મોકલતા નથી. સોમવારે જ્યારે લેવા ગયો ત્યારે માર મારી કાઢી મૂક્યો હતો. સંતાનોને મળવા જાઉં તો મળવા દેતા નથી. માટે દારૂ પી જઉં છું અને પત્ની જેલમાં પુરાવી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here