માંગણીઓ નહીં સ્વીકારે તો 2019ની ચૂંટણીમાં ફેર પ્રાઇઝ એસો.સરકાર સામે ઉભું હશે: PMના ભાઈ

0
70

રાજપીપળા: રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નેશનલ ફેર પ્રાઈઝ શોપ ફેડરેશનના ઉપ પ્રમુખ અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા ફેર પ્રાઇઝ એસોસિએશનનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ સસ્તા અનાજની દુકાન ધારકોના હિતમાં વેતન કમિશન વધારાની લડત અંગે સરકાર સામે ચિમકી ઉચ્ચારી હતી.

પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, આગામી 6 ફ્રેબ્રુઆરીએ સીએમ વિજય રૂપાણી સાથે અમારી બેઠક છે, તે દિવસે બે પત્રો લઇને જઇશ. એક આભાર માનતો પત્ર અને બીજું અલ્ટીમેટમ આપતો પત્ર. જો અમારી માંગણી સ્વીકારશે તો આભાર માનતો પત્ર આપીશ અને આભાર માનીશ નહીં તો અલ્ટીમેટમ આપીને આવીશ. જો અમારી માંગ નહીં સ્વીકારાય તો 2019માં અમારૂ એસોસિયેશન તેમની સામે ઉભું હશે. તેમ કહી સરકારને એક ગર્ભિત ચીમકી અપાતા રાજકારણ પુનઃ ગરમાયુ છે.

પ્રહલાદ મોદીએ ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, આ બહેરી સરકાર છે, તેમને કામ કરવું છે, પણ કેટલાક નફ્ફટ આધિકારીઓ જે સરકારને ગોળ ફેરવી રહી છે. આ સાથે પુરવઠા મંત્રી જયેશ રાદડિયા કમિશન વધારવા તૈયાર છે, પણ નાણાં વિભાગમાંથી ફાઇલ પાછી આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here