Thursday, September 23, 2021
Homeમાંગરોળના દરિયામાં બે શંકાસ્પદ બોટ દેખાતા પોલીસે 4 કલાક પીછો કર્યો, અંતે.....
Array

માંગરોળના દરિયામાં બે શંકાસ્પદ બોટ દેખાતા પોલીસે 4 કલાક પીછો કર્યો, અંતે…..

રાજકોટ:માંગરોળ સમુદ્રમાં 2 શંકાસ્પદ બોટ દેખાતા પોલીસે બોટનો પીછો કર્યો હતો અને પૂછપરછ કરી હતી. જો કે અંતે ONGCએ બોટ ભાડે રાખી હોવાનું ખુલ્યું હતું. તેમ છતાં પણ તંત્રએ હાલ બોટનો કબ્જો લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.

બંને બોટને વેરાવળ નજીક રોકી પૂછપરછ કરી

એક તરફ પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તે દરમિયાન માંગરોળના સમુદ્રમાં દશેક કિ.મી.દુર બે શંકાસ્પદ અજાણી બોટએ દેખા દેતા બોટની તસ્વીર સાથે સોશ્યલ મિડિયામાં મેસેજ ફરતા થઈ હતાં. જે દરમિયાન ખારવા સમાજના જાગૃત આગેવાને માંગરોળ ASP રવિ તેજા શેટીને જાણ કરતા ASP તથા PSI દેસાઇ તથા સ્ટાફના પાચેક કોન્સ્ટેબલ સાથે માંગરોળ દરીયા કિનારે પહોંચી ગયા હતા અને પ્રાઇવેટ બોટ અક્ષદિપ IND જેના રજીસ્ટ્રેશન નં.જી.જે.11 એમ.એમ.516 જેના માલીકનુ નામ દામોદર ધનજીભાઈ ચામુંડીયાની બોટ મરફતે તેમનો ચાર કલાક પીછો કરી બોટને વેરાવળ નજીક રોકી તેની પૂછપરછ કરી તપાસ કરી હતી.
બંને બોટ સલાયાથી મુંબઈ તરફ થઈ રહી હતી
જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક મટીરીયલ કે કાગળ મળ્યા ન હતા. શંકાસ્પદ જોવા મળેલી એક બોટનુ નામ અલઆરીઝ નં. MNV2137 હતું. જે માંડવી રજીસ્ટ્રેશન વાળા આઠ ખલાસીઓ સાથે હતા. બીજી બોટનું નામ શાહીબુખારી નં. VBDI74 છ ખલાસીઓ સાથે હતાં. બંને બોટ જામ સલાયાથી મુંબઈ તરફ જઈ રહી હતી અને આ બોટોને ઓ.એન.જી.સી. એ ભાડે રાખેલ હોવાનું જાણવા મળ્યું હતું હાલ બંને બોટ વેરાવળ લઇ જવાય છે અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments