Thursday, September 23, 2021
Homeમાંગરોળ ના હથોડા ગામે 4 મહિના ના બાળકનું બચકું ભરી પ્રાઈવેટ પાર્ટ...
Array

માંગરોળ ના હથોડા ગામે 4 મહિના ના બાળકનું બચકું ભરી પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું

સુરતઃમાંગરોલના હથોડા ગામે એક કિશોરે 4 મહિનાના બાળકના પ્રાઈવેટ પાર્ટ પર બચકુ ભરી કાપીને મોઢામાં લઈ ભાગી ગયો હોવાનો વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. શુક્રવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ નવજાત બાળકને તાત્કાલિક કોસંબા બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બિહારવાસી મુસ્લિમ કિશોરના પરાક્રમને નજરે જોનાર બાળકની માતાએ સિવિલના તબીબોને હકીકત કહેતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. જોકે અજીબો ગરીબ બનેલી આ ઘટના બાદ કોસંબા પોલીસે ફરાર કિશોરની શોધખોળ શરૂ કરી છે.

 

બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ દાહોદના વતની છે. છેલ્લા કેટલાક મહિનાઓથી માંગરોળના હથોડા ગામે ઇંટના ભઠા પર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. શુક્રવારની સાંજે ઘરમાં રમતું ચાર મહિનાનું બાળક અચાનક રડવા લાગતા તેની માતા ઘરમાં દોડી ગઈ હતી. જ્યાં પડોશમાં રહેતો મુસ્લિમ કિશોર નવજાત બાળકનું પ્રાઈવેટ પાર્ટમોઢામાં નાખીને બેઠો હતો. માતાને જોઈ કિશોર ભાગી ગયો હતો. ત્યારબાદ બાળકના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતા જોઈ માતા એ બૂમાબૂમ કરી દેતા લોકો ભેગા થઈ ગયા હતા.બાળકની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરાયું હતું. હાલ કોસંબા પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ત્રણ સંતાનોમાં માનસિક અસરગ્રસ્ત કિશોરનો ભોગ બનેલું બાળક ત્રીજા નંબરનું છે. કિશોર ઈંટોના ભઠ્ઠામાં જ કામ કરતો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments