માંડવી : મહિલાના બેંક ખાતામાં ભુલથી જમા થયા દોઢ લાખ ! મહિલાએ રકમ પરત કરી

0
36

માંડવીઃ માંડવી શહેરની બેંક ઓફ ઇન્ડિયાના એક મહિલા ગ્રાહકના ખાતામાં કોઇપણ કારણોસર ભુલણી 1.47 લાખની રકમ જમા થઇ ગયા હતા. જોકે બાદમાં ગ્રાહકે બેંકને જાણ કરી મહિલાને પૈસા પરત કર્યા હતા.

મૂળ મસ્કાના અને હાલ રોજગારી માટે સિસલ્સ સ્થાઇ થયેલા કેરાઇ મનસુખ ભાઇએ પોતાના ઘરે માંડવીમાં પત્ની કેરાઇ હીરબાઇના ખાતામાં રૂા.1.47 લાખની રકમ જમા કરાવી હતી. જે રકમ માંડવીના રાધાબેન રતનશી ખારવાના ખાતામાં જમા થતા તેમની પુત્રી એડવોકેટ નિશાબેનને મેસેજ આવ્યો હતો.

માતાના ખાતામાં અાટલી મોટી રકમ ભુલથી જમા થતા તેઓએ મુળ ગ્રાહકને શોધી લીધા હતા. તેમણે હિરબાઇને બેંકમાં બોલાવી ચેકથી રકમ પરત કરી માનવતાનો ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.બેંકના કર્મચારીઓએ પણ નિશાબેનનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here