Monday, October 2, 2023
Homeમાતર : ઇ-યુગમાં પણ 4 દિવસ વિજળી ડુલ રહી : વીજતંત્રની બેદરકારીથી...
Array

માતર : ઇ-યુગમાં પણ 4 દિવસ વિજળી ડુલ રહી : વીજતંત્રની બેદરકારીથી રહીશો પરેશાન

- Advertisement -

માતરઃ સરકારની વિકાસની વાતો વચ્ચે હજી ખેડા જિલ્લાનું માતર પછાત તાલુકામાં હોય તે રીતે છેલ્લા ચારેક દિવસથી વિજ વિભાગના વાંકે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. જેને કારણે રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા.

માતર તાલુકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ચારેક દિવસથી વિજળી ડુલ થઇ હતી. કલાકોમાં વિજળી પરત આવશે તેવી ગણતરી રાખીને બેઠેલાં રહીશોને સ્થાનિક વિજ વિભાગના વાંકે કલાક કે દિવસ નહીં પણ 4 દિવસ અંધારપટમાં પસાર કરવાનો વારો આવ્યો હતો. મહેકમની વાતો કરીને કામગીરી કરવામાં વેઠ ઉતારનાર વિજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

નગરમાં ઠેરઠેર જોખમી વાયરો અને નમી ગયેલા વિજ થાંભલાં પણ સ્થાનિકો માટે જોખમી બન્યા છે. પ્રિ-મોનસૂન કામગીરી તંત્રએ માત્ર કાગળ ઉપર જ કરી હોવાનો રોષ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ચારેક દિવસની કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ન હોવા છતાં પણ તંત્ર ફોલ્ટ શોધી તેની મરામત કરી ન શકતાં રહીશોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે ગ્રામજનોના રોષ બાદ તંત્ર કામે લાગ્યું હતું. જોકે હજીપણ નગરમાં ઠેરઠેર વિજ વાયરો અને વિજ થાંભલા જોખમી હાલતમાં છે. તંત્ર કોઇ અકસ્માતની રાહ જોઇને બેઠું હોય તે રીતે કામગીરી કરવામાં બેદરકારી દાખવી રહ્યું હોવાનો રોષ પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ઘરને અડીને પસાર થાય છે વીજ વાયર
વાસણા રોડથી સરકારી નિગમ નજીકના વણઝારાવાસના ઘરની એકદમ નજીકથી વિજ વાયરો પસાર થાય છે. આ જોખમી વિજ વાયરોને ઘરથી થોડે દૂર ખસેડવાની રજૂઆત કરવા છતાં તંત્ર જોખમી વાયરો-થાંભલાને ઘરથી દૂર ખસેડવાની કામગીરી કરતાં નથી.

18 હજારની વસ્તી વચ્ચે 1 જ વાયરમેન
માતરની વસ્તી 18 હજાર ઉપરાંતની છે અને મોટો વિસ્તાર છે, ત્યારે અહીં માત્રને માત્ર એક જ વાયરમેન ફરજ બજાવે છે. સ્થાનિકો દ્વારા સ્થાનિક વાયરમેનોની ભરતીને લઇને કેટલીયવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇજ કામગીરી તે દિશામાં કરવામાં આવતી નથી. જેને લઇને જો કોઇ દુર્ઘટના સર્જાય તો ત્યારે પણ સ્થિતીને પહોંચી વળવા માટે મહેકમની કમી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular