Friday, September 17, 2021
Homeમાતાના મૃતદેહ સાથે તણાઇ જતાં પુત્રનું મોત પિતા ગુમ
Array

માતાના મૃતદેહ સાથે તણાઇ જતાં પુત્રનું મોત પિતા ગુમ

મૃતક ગીતા દેવી, જેનું જયપુરમાં મૃત્યુ થયું હતું. ગુમ થયેલ પતિ રામજીલાલની શોધખોળ ચાલી રહી છે અને પુત્ર અંકિતનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. - Divya Bhaskar

રાજસ્થાનના ટોંક જિલ્લાના સિરસ ગામે મંગળવારે સવારે એક એમ્બ્યુલન્સ પુલ પરથી ભારે પાણીના વહેણ વચ્ચે તણાઇ ગઈ હતી. એમ્બ્યુલન્સમા મૃતદેહને લઈને જઈ રહ્યા હતા. તેમાં સવાર મૃતક મહિલાના 10 વર્ષના પુત્રનું મોત થઈ ગયું છે. એમ્બ્યુલન્સ પાણીના વહેણ સાથે તણાવા લાગી હતી ત્યારે ડ્રાઇવરે અને સહકર્મીએ બારીમાથી બહાર નીકળીને જુદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગુમ થયેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી ગુમ થયેલા યુવકની કોઈ જાણકારી મળી નથી.

પુત્ર અંકિત મોતને ભેટયો, જ્યારે પિતા થયા ગુમ

બરૌની પોલીસ મથક વિસ્તારના સિરસ ગામના રહેવાસી રામજીલાલ બૈરવા (36) પુત્ર રામનારાયણ બૈરવા પરિવારની સાથે કેટલાક વર્ષોથી જયપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. મજૂરી કરીને પરિવાર ગુજારો કરતું હતું. થોડા દિવસ પહેલા તેમની પત્નીની કિડની ખરાબ થવાને કારણે જયપુરની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે તબિયત વધુ બગાડતાં સોમવારે મોડી રાત્રે તેનું મોત થયું હતું. તેના અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહ લઈને પોતાને ગામ જઈ રહ્યા હતા. સાથે જ રામલાલ અને તેમનો 10 વર્ષનો દીકરો પણ સાથે હતો. મંગળવારે સવારે 4 વાગ્યે સિરસ રેલવે સ્ટેશનની નજીક એમ્બ્યુલન્સ નાળા પરથી પાણીના ભારે વહેણ વચ્ચે પસાર થઈ રહી હતી. આ દરમિયાન ભારે પાણીના વહેણમાં એમ્બ્યુલન્સ તણાઇ ગઈ હતી. તેમાં સવાર રામલાલ પણ પાણીના વહેણમાં તણાઇ ગયા હતા. જ્યારે એમ્બ્યુલન્સમા પાણી ભરાઈ જવાને કારણે પુત્ર અંકિત મોતને ભેટયો હતો.

ડ્રાઈવર અને તેના સાથીનો થયો બચાવ

એમ્બ્યુલન્સનો ડ્રાઈવર પંકજ મીણા અને તેનો સહકર્મી નાદાન ગુર્જર બારીમાથી બહાર નીકળીને એમ્બ્યુલન્સની ઉપર ચઢી ગયા હતા. જેથી તેમનો જીવ બચી ગયો હતો. રેલ્વે સ્ટેશનની આસપાસના લોકોને આ દુર્ઘટના બાબતે જાણકારી મળતા જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેસીબીની મદદથી ડ્રાઈવર અને તેના સાથીને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના બાબતે જાણકારી મળતા જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ દુર્ઘટના બાબતે જાણકારી મળતા જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

એમ્બ્યુલન્સ પણ 10 ફૂટ દૂર સુધી તણાઇ ગઈ હતી

દુર્ઘટનામાં એમ્બ્યુલન્સ 10 ફૂટ દૂર સુધી તણાઈ ગઈ હતી. જેને ગ્રામજનોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. મહિલાના મૃતદેહની સાથે પુત્ર અંકિતનો મૃતદેહ પણ સાથે મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ નિવાઈ એસડીએમ ત્રિલોક ચંદ મીણા, બરૌની પોલીસ મથકના ઇન્ચાર્જ દાતાર સિંહ, એસડીઆરએફની ટીમને લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગુમ થયેલા રામલાલની શોધખોળ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments