Wednesday, September 28, 2022
Homeમાતા-પિતાએ લગ્નનાં 2 વર્ષ પહેલા જ બધાનું મોઢુ મીઠુ કરાવ્યું હતું, બે...
Array

માતા-પિતાએ લગ્નનાં 2 વર્ષ પહેલા જ બધાનું મોઢુ મીઠુ કરાવ્યું હતું, બે વર્ષ સુધી હતા લીવ ઈન રિલેશનમાં

- Advertisement -

બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હસન આજે 28મી ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. હિંદીથી વધુ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ શ્રુતિ કરિયરની શરૂઆતથી જ જુદા-જુદા વિવાદોમાં રહી છે. મોટાભાગના એક્ટર્સ બ્યુટિફાઇ સર્જરીની વાત છૂપાવે છે, જ્યારે શ્રુતિએ એક ઇન્ટરવ્યૂમાં કબુલ્યું હતું કે, તેણે નાકની સર્જરી કરાવી છે.

શ્રુતિ હસનના પિતા કમલ હાસનનાં અફેરનાં કિસ્સા ઘણા ચર્ચામાં છે. કમલ હાસન અને સારિકા બંને લિવ ઈન રિલેશનશિપમાં હતા. આ દરમિયાન સારિકા પ્રેગનેન્ટ થઈ ગઈ. ત્યારે દિકરી શ્રુતિ હસનને જન્મ આપ્યો. એનાં જન્મનાં બે વર્ષ પછી સારિકાએ વર્ષ 1988માં કમલ હાસન સાથે લગ્ન કર્યાં.

શ્રુતિની તમિલ ફિલ્મ ‘યેવડ્ડુ’ની શૂટિંગ વખતે તેની કેટલીક તસવીરો લીક થઇ હતી. તે ફિલ્મના ગીત ‘ડિમ્પલ ડિમ્પલ’નું શૂટિંગ કરી રહી હતી. તે દરમિયાન તેની કેટલીક બોલ્ડ તસવીરો લીક થઇ હતી. તે સમયે આ તસવીરો ગુગલ પર સૌથી વધુ સર્ચ થઇ હતી. ફિલ્મ ‘ડી ડે’ના પોસ્ટરને લઇને પણ શ્રુતિ ચર્ચામાં આવી હતી. ફિલ્મમાં તેણે અર્જુન રામપાલ સાથે આપત્તિજનક પોઝ આપ્યા હતા. બોલ્ડ પોસ્ટર્સ ઉપરાંત તેણે ફિલ્મમાં ઇન્ટિમેટ સીન પણ આપ્યા હતા.

શ્રુતિ હસન એક સ્પોટ બોયને લીધે પણ ચર્ચામાં આવી હતી. સ્પોટ બોયનું કહેવું હતું કે તે શ્રુતિના ઘરે તેના ભાઇ માટે નોકરી માગવા ગયો હતો. પરંતુ તેણે કંઇ પૂછ્યા વગર દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસ રિપોર્ટ પ્રમાણે, સ્પોટ બોયે શ્રુતિને પૂછ્યું હતું કે તે તેને કેમ ઓળખતી નથી. તેણે શ્રુતિના ખભા પર હાથ મૂક્યો હતો. જે બાદ શ્રુતિએ તેને ધક્કો મારી દરવાજો બંધ કરી લીધો હતો. શ્રુતિ હસન એક સ્પોટ બોયને લીધે પણ ચર્ચામાં આવી હતી. સ્પોટ બોયનું કહેવું હતું કે તે શ્રુતિના ઘરે તેના ભાઇ માટે નોકરી માગવા ગયો હતો. પરંતુ તેણે કંઇ પૂછ્યા વગર દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસ રિપોર્ટ પ્રમાણે, સ્પોટ બોયે શ્રુતિને પૂછ્યું હતું કે તે તેને કેમ ઓળખતી નથી. તેણે શ્રુતિના ખભા પર હાથ મૂક્યો હતો. જે બાદ શ્રુતિએ તેને ધક્કો મારી દરવાજો બંધ કરી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular