માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને ટીવી પર શપથ લેતા નિહાળ્યા, તાળીઓથી વધાવ્યા

0
16

અમદાવાદઃ (30 મે)સાંજે સાત વાગ્યાના ટકોરે નરેન્દ્ર મોદીએ બીજીવાર વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા છે. મોદીએ શપથ લીધા ત્યારે દિલ્હીથી દૂર ગાંધીનગરમાં બેસેલા તેમના માતા હીરાબાએ ટીવી સ્ક્રિન પર પુત્ર નરેન્દ્રને શપથ લેતા નિહાળ્યા હતા. આ દરમિયાન તેઓ તાળીઓ વગાડી દિકરાને વધાવતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 26 મેના રોજ મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે શપથ લેતા પહેલા માતા હિરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર સ્થિત તેમના નાનાભાઈ પંકજ મોદીના ઘરે ગયા હતા. તેમજ ગુજરાતમાં 23 એપ્રિલે યોજાયેલા મતદાન પહેલા પણ મોદી માતાના આશીર્વાદ લેવા ગયા હતા.

આ પહેલા 23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ફરીવાર મોદી સરકારને બહુમતી મળી ત્યારે પણ પીએમ મોદીના માતા હીરાબાએ મતદારોનો આભાર માન્યો હતો. આ દરમિયાન હીરાબાના ચહેરા પર પુત્રના વિજયની ખુશી જોવા મળી હતી અને રોમાંચિત ભાવ સાથે આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here