માત્ર આટલી કિંમતમાં જ 5000mAh બેટરીવાળા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે Samsung

0
57

સાઉથ કોરિયન કંપની Samsung આ મહિને પોતાના બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની 28 જાન્યુઆરીએ ભારતમાં M સીરિઝના બે બજેટ સ્માર્ટફોન Galaxy M10 અને Galaxy M20ને લોન્ચ કરશે. આ નવા ફોનની કિંમત 7990 રૂપિયાથી શરૂ થાય છે. બજારમાં તેની સરખામણી Xiaomiના સ્માર્ટફોન સાથે થશે. જાણો આ સ્માર્ટફોનના ફિચર્સ વિશે…..

M સીરિઝના બે સ્માર્ટફોનના ફિચર્સ સાથે જોડયેલી અત્યાર સુધીની ઘણી જાણકારી સામે આવી છે. લીક થયેલા રિપોર્ટ્સ મુજબ Galaxy M10માં 6.2 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જેનું રિઝોલ્યૂશન 720X1520 પિક્સલ હશે. સામે આવેલા ફોટોઝ પરથી સ્પષ્ટ છે કે, તેમાં વોટરડ્રોપ નૉચ આપવામાં આવશે. ફોનમાં 4nm ઓક્ટાકોર Exynos 7870 SoC પ્રોસેસર સાથે 2GB અને 3GB RAM આપવામાં આવશે. કેમેરાની વાત કરવામાં આવે તો ફોનમાં 13 અને 5 મિગાપિક્સલનો રિયર કેમેરા હોઇ શકે છે.

રિપોર્ટ્સ મુજબ Galaxy M10 અને M20 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.1 ઓરિયો પર વર્ક કરશે. Galaxy જ્યાં 3400mAhની બેટરી હશે તો M20માં 5000mAhની બેટરી આપવામાં આવશે. લીક થયેલા ફોટોઝમાં જોઇને લાગે છે કે M10માં ફિંગરપ્રિન્ટ સેન્સર નહી આપવામાં આવશે. M10માં માઇક્રો USB પોર્ટ અને M20માં USB ટાઇપ c પોર્ટ આપવામાં આવી શકે છે. બંને ફોનમાં 3.5mm હેડફોન જેક હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં Samsung Galaxy M10ની કિંમત 7990 રૂપિયાથી શરૂ થાય છે. વાત કરીએ Galaxy M20ની તો તેને 10990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ બંને ફોન એમેઝોન પર 5 માર્ચથી વેચાણ માટે ઉપલબ્ધ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here