માત્ર ટી-20માં 900 છગ્ગા, આ ‘સિક્સર કિંગ’નો રેકોર્ડ તોડવા બીજાએ તો લેવો પડશે પુર્નજન્મ

0
30

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2019ની 25મી મેચમાં રંગપુર રાઇડર્સ અને ખુલાના ટાઇટંસ વચ્ચે મુકાબલો થઇ ગયો. આ મેચમાં વેસ્ટઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે પોતાના નામે એક મોચી સિદ્ધી કરી લીધી છે. તેણે પોતાની ટીમ માટે 40 બોલમાં 55 રનની ઇનિંગ રમી, જેના કારણે તેની ટીમ 6 વિકેટે વિજયી બની. આ ઇનિંગમાં યુનિવર્સ બૉસ કહેવાતા ગેલે પાંચ સિક્સર ફટકારીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો.

તે ક્રિકેટના એવા પ્રથમ બેટ્સમેન બની ગયા છે જેણે 900 સિક્સર ફટકારી છે. ક્રિસ ગેલે કુલ 363 ટી-20 રમી છે. તેને 355 ઇનિંગ્સ રમવાની તક મળી છે. ગેલે ક્રિકેટના આ ફોર્મેટમાં 12,189 રન ફટાર્યા છે. તેમાંથી 5400 રન ફક્ત સિક્સર્સથી અને 3720 રન ચોગ્ગાથી આવ્યા છે.

તેનો અર્થ એ છે કે ક્રિસ ગેલે આશરે 75 ટકા રન ચોગ્ગા દ્વાકા મેળવ્યાં છે. ક્રિસ ગેલ બાદ કીરોન પોલાર્ડે સૌથી વધુ સિક્સર ફટારી છે. તેણે ટી-20માં 557 સિક્સર ફટકારી છે.

બ્રેંડન મેકુલમે 365 ટી-20માં 484, શેન વૉટસેન અને ડ્વેન બ્રાવોએ અનુક્રમે 386 અને 372 સિક્સર ફટકારી છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરે 328, રોહિત શર્માએ 322 અને એરોન ફિંચે 320 વાર બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડ્યો છે. આંદ્રે રસેલ અને એબી ડીવીલિયર્સે 319 સિક્સર ફટકારી છે. ક્રિસ ગેલ અને એબી ડિવિલિયર્સ બંને બીપીએલ 2019માં રમી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here