માત્ર 1 રૂપિયામાં મળશે 1GB ડેટા, BSNLએ લૉન્ચ કરી આ ખાસ સર્વિસ

0
24

સરકારી ટેલિકૉમ કંપની BSNLએ રિલાયન્સ જિયો અને એરટેલને ટક્કર આપવા માટે ફાઇબર ટૂ હોમ સર્વિસ ભારત ફાઇબર લૉન્ચ કરી દીધી છે. કંપનીએ આ સર્વિસને Jio Gigafiber શરૂ થતા પહેલા રજૂ કરી દીધી છે. બીએસએનએલના આ પ્લાનમાં દરરોજ 35 જીબી ડેટાનો લાભ મળશે. અહીં તમને જણાવવાનુ કે આ સર્વિસમાં યૂઝરને 1 જીબી ડેટા માટે ફક્ત 1.1 રૂપિયા ખર્ચ કરવા પડશે.

બીએસએનએલે આ સર્વિસને એવા સમયે લૉન્ચ કરી છે, જ્યારે જિયો પોતાના ગીગાફાઇબર સર્વિસને 1400 શહેરોમાં શરૂ કરવાની છે. જેનાથી જિયોની આ સર્વિસને બીએસએનએલ તરફથી કડક ટક્કર મળી શકે છે. બીએસએનએલે આ સર્વિસની શરૂઆત પોતાના ઑનલાઇન પોર્ટલ પર કરી છે. ગ્રાહક આ સર્વિસને લેવા માટે કંપનીના ઑનલાઇન પોર્ટલ પરથી બુકિંગ કરી શકો છો. CFAના ડાયરેક્ટર વિવેક બંસલે કહ્યું, ‘અમને આ વાતની માહિતી છે કે વર્તમાન સમયમાં લોકો સુપરફાસ્ટ ઈન્ટરનેટની માંગ કરી રહ્યાં છે. હવે લોકોની પાસે પહેલાથી વધારે ઇલેક્ટ્રૉનિક પ્રોડક્ટ્સ છે. અમને ભારત ફાઇબર સર્વિસની લૉન્ચિંગની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે. આ એક અફોર્ડેબલ સર્વિસની સાથે જ એક યૂઝરની ડેટા ડિમાન્ડને પૂરી કરી શકશે.’

હાલમાં જ બીએસએનએલે પોતાના 399 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યો છે. બીએસએનએલના આ પ્લાનમાં યૂઝરને હવે 3.21 જીબી ડેટા દરરોજ મળશે. એટલેકે યૂઝર્સને કુલ 237.54 જીબી ડેટાનો લાભ મળશે. આ પ્લાનની મર્યાદા 74 દિવસની છે અને આ રીચાર્જ પ્લાન દેશભરમાં વેલિડ છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઈસ કૉલિંગની સુવિધા મળશે. આ સિવાય ફેરફાર બાદ હવે દરરોજ 3.21 જીબી ડેટાનો લાભ મળશે. યૂઝર્સ 2જી/3જી નેટવર્ક પર આ ડેટાનો લાભ ઉઠાવી શકે છે. આ અગાઉ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા મળતો હતો. સાથે જ યૂઝર્સને પ્લાનમાં દરરોજ 100 એસએમએસ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here