માત્ર 10 હજાર રૂપિયામાં Hyundaiની આ કારનું બુકિંગ શરૂ, આ તારીખે થશે લોન્ચ

0
20

જો તમે કોમ્પેક્ટ સેડાન કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. Hyundai ઈન્ડિયા કોમ્પેક્ટ સિડાન કાર Auraની બુકિંગ શરૂ કરી રહ્યું. આ કારની બુકિંગ માત્ર 10 હજાર રૂપિયામાં કરી શકાય છે.

કંપનીની વેબસાઈટ પર કે તેની ડિલરશીપ દ્વારા આ કારની બુકિંગ કરી શકાશે. કંપનીનું કહેવું છે કે, Aura દ્વારા કંપની નવા દશકની શરૂઆત કરવા જઈ રહી છે.

21 જાન્યુઆરીના રોજ Hyundai Auraને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ કારની કિંમત 6-9 લાખની વચ્ચે રહેવાની આશા છે.

ફીચર્સઃ

સાઉથ કોરિયાની કંપની , Hyundaiએ કહ્યું કે, Auraની ડિઝાઈન 4 ફન્ડામેન્ટલ એલિમેન્ટ્સની તાલમેલ છે. જેમાં આર્કિટેક્ચર, સ્ટાઈલિંગ અને ટેક્નોલોજી સામેલ છે. નિયોસની જેમ કંપનીએ આ કારમાં કેસકેડિંગ ફ્રંટ ગ્રિલ, એન્ટીગ્રેટેડ બુમરંગ શેર DRL, ફોગ લાઈટ, મસ્ક્યુલર બોનેટ છે. , Hyundai Auraમાં કાયમંડ કટ અલૉય વ્હિલ મળશે.

Hyundai Auraમાં ફ્લોટિંગ સી પિલર અને સિગ્નેચર લાઈટ્સની સાથે મોટી LED લાઈટ્સ આપવામાં આવી છે. જે કારને પ્રીમિયમ લુક આપે છે. આ કારની રુફ લાઈન કૂપ કાર જેવી છે. જેના દ્વારા કારનો રિયર લુક ઘણો સારો લાગી રહ્યો છે.

એન્જિનઃ

Hyundai Aura ત્રણ એન્જિન ઓપ્શન સાથે આવશે. જેમાં 2 પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન રહેશે. આ ત્રણેયમાં 1.2 લીટર પેટ્રોલ, 1.2 લીટર ડીઝલ અને 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ છે. ત્રણેય એન્જિન BS6 એમિશન નોર્મ્સ આધારિત રહેશે.

આ કારના ઈન્ટીરિયર વિશે માહિતી હજુ સામે આવી નથી. પણ કહેવાઈ રહ્યું છે કે કારનું કેબિન ગ્રેંડ આઈ10 નિયોસ જેવું જ રહેશે. જેમાં એપલ કાર પ્લેની સાથે 8 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ વગેરે જેવા ફીચર્સ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here