માત્ર 6 વર્ષની ઇહાએ કરી બતાવ્યું એવું કામ, રાષ્ટ્રપતિ કહ્યું પ્રોબ્લમ હોય તો મને ફોન કરજે

0
60

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં મેરઠની ઇહા દીક્ષિતને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019થી સન્માનિત કરી . દેશમાં બાળ પુરસ્કાર નવીનતા, શૈક્ષણિક, રમતો, કલા-સંસ્કૃતિ, સામાજિક સેવા અને બહાદુરી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે મેડલ આપવામાં આવે છે. પુરસ્કારમાં ઇહાને ગોલ્ડ મેડલ, એક લાખ રૂપિયાની રોકડ અને 10,000 રૂપિયાના પુસ્તક વાઉચર યાદગીરીમાં પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. 6 વર્ષની ઇહા આ વર્ષમાં આ પુરસ્કાર મેળવનાર યુપીની પ્રથમ બહાદુર છોકરી છે. દેશના 26 બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યો છે. બિહારની રહેવાસી ઇહાને આ પુરસ્કાર પપ્પા કુલદીપ શર્મા, મમ્મી અંજલિ શર્મા અને નાનીબેનની ઉપસ્થિતમાં આપવામાં આવ્યો હતો.

કોઈ પ્રોબ્લમ હોય તો મને કહેજો

સમ્માન સમારોહમાં રાષ્ટ્રપતિએ ઇહાને જણાવ્યું હતું કે સારું કાર્ય આગળ કરતા રહજો. કોઈ પ્રોબ્લમ હોય તો મને ફોન કરજો હું મદદ કરીશ. પુરસ્કારિત બાળકો 26મી જાન્યુઆરીના રોજ રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસીય પરેડમાં ભાગ લેશે. સન્માન સમારંભમાં ઇહાએ દરેકને તેમના જન્મદિવસ પર વૃક્ષ રોપવાની અપીલ કરી હતી.

ઇહા પ્રધાનમંત્રીની સાથે વૃક્ષારોપણ કરશે

૨૪મી જાન્યુઆરીના રોજના ઇહાની સાથે તમામ બાળકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે સાત રેસકાર્સ નિવાસસ્થાને જશે. જેમાં ઇહા અને બીજા બાળકો વૃક્ષારોપણ કરશે. ત્યાં જ ઇનામની જાહેરાત કરાશે. ઇહા આ ઇનામી રાશીથી તેના ગ્રીન ઇહા સ્માઇલ ક્લબને સંચાલિત કરવાની સાથે છોડની ખરીદી કરશે.ઇહા સેંટ ફ્રાન્સિસ શાળામાં પ્રથમ વર્ગની વિદ્યાર્થી છે.
ઇહાની અન્ય સિદ્ધિઓ – ચાર વર્ષ અને આઠ મહિનાની ઉંમરે ક્લબ નિર્માતા ઇહા દર રવિવારે વૃક્ષારોપણ કરે છે. પાંચમા જન્મદિવસ પર 1,008 છોડ અને છઠ્ઠા જન્મદિવસ પર 2,500 છોડની રોપણી કરી છે. યુપી બુક ઑફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ યુનિયન દ્વારા રજૂ કરાયેલી રેન્કિંગમાં ટોચમાં 100માં નંબર પર છે. એશિયા બુક ઑફ રેકોર્ડ્સ પણ પસંદ કરાઈ છે જે તેને ગુરુગ્રામમાં મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here