Saturday, October 23, 2021
Homeમાથુરે કહ્યું, અબ મેં આ ગયા હૂં સબ ઠીક હોય જાયેગા; તો...
Array

માથુરે કહ્યું, અબ મેં આ ગયા હૂં સબ ઠીક હોય જાયેગા; તો શું ગુજરાતમાં બધું બરાબર નથી?

ગાંધીનગર/ અમદાવાદ: “અબ મેં આ ગયા હૂં સબ કુછ ઠીક હો જાયેગા” ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં પગ મુકતાની સાથે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેની સાથે જ ગુજરાત ભાજપમાં બધુ બરાબર ન હોવાનો સંકેત આપ્યો હતો. નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા ત્યારથી ગુજરાત ભાજપમાં અસંતોષ અને આંતરીક જૂથવાદ સામે આવે છે.

આનંદીબેનની સરકારથી ઘટનાક્રમ

આંતરિક જૂથવાદના કારણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનને ગુજરાતની ગાદી છોડવી પડી હતી. આનંદીબેને પાટીદાર અનામત આંદોલન અને દલિત અત્યાચાર બાદ ધારાસભ્ય રહીને સંતોષ માનવો પડ્યો હતો. નીતિન પટેલને હાથમાં આવતું મુખ્યમંત્રી પદ જતું રહ્યું, છેલ્લે નવી રચાયેલી સરકારમાં નાણામંત્રી પદ માટેઆક્રમક બન્યા વિજય રૂપાણી પણ છેલ્લા સમયથી વિવાદિત નિવેદન કરે છે

માથુર તબક્કાવાર ગુજરાત પ્રવાસ કરશે

આગામી લોકસભાની 26 બેઠકો જીતવાના વિશ્વાસ સાથે ગુજરાત લોકસભાના ઇન્ચાર્જ ઓમ માથુરે આજથી જ ગુજરાતનું સુકાન સંભાળી લીધું છે. હવે તેઓ તબક્કાવાર પોતાનો પ્રવાસ કાર્યક્રમ શરૂ કરશે.

ઈબીસીને લઈને ગુજરાત સરકારના વખાણ
  • ઓમ માથુરે પત્રકાર પરિષદમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વખતે પણ અમે લોકસભાને તમામે તમામ બેઠકો ચોક્કસથી જીતીશું. તે માટેની રણનીતિ પણ તૈયાર થઇ રહી હોવાના સંકેતો આપ્યા હતા. 10 ટકા અનામત અંગે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ 10 ટકા અનામત આપે છે. તેનો અમલ ગુજરાતે પ્રથમ કરીને વર્તમાન ભાજપ સરકારે નરેન્દ્ર મોદીને વધાવ્યો છે. આવતા દિવસોમાં બાકી રહેલા બોર્ડ-નિગમોમાં તમામ હોદ્દાઓની નિમણૂંકો થવાના સંકેતો આપ્યા છે.
  • 2004થી હું ગુજરાત સાથે જોડાયેલો છું અને આજે ગુજરાત મારું હોમ ટાઉન બની ગયું છે. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને હાલમાં ચાલી રહેલી ખાટલા બેઠકોમાં પણ લોકોનો સારો પ્રતિસાદ મળતો હોવાનો દાવો કર્યો હતો.
  • ભારતીય જનતા પાર્ટી એ ગરીબ અને ગામડાની પાર્ટી બની ચૂકી છે. આજે મોદી સરકારે જે 10 ટકા ઇબીસીનો લાભ જનતાને આપે છે. તેનો ફાયદો લોકસભામાં ચોક્કસથી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
  • લોકસભાની ચૂંટણીમાં અમે વિકાસના મુદ્દો આગળ ધરી છે અને સમગ્ર ચૂંટણી વિકાસના મુદ્દે જ લડીશું તેવી સ્પષ્ટતા પણ કરી હતી તો બીજી તરફ ગુજરાતના ભાજપ સંગઠન અંગે ઓમ માથુરે જણાવ્યું હતું કે, ગુજરાતના સંગઠનમાં કોઈ તકલીફ છે જ નહીં. ખૂબ જ મજબૂત સંગઠન બની છે એટલે ચૂંટણી સમયે પણ કોઈ એવા મોટા પડકાર નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી.
  • સાંસદો એક કરેલા કામના રિપોર્ટ કાર્ડનો ઉત્તર હાલ આપવો ઉચિત નથી. એવું જણાવીને આવનારા દિવસોમાં તમામ શંકાઓનું સમાધાન ટૂંકમાં જ થઈ જશે તેવા સંકેતો પણ આપ્યા હતા. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની હારનો સ્વીકાર પણ કર્યો હતો
  • ભારતીય જનતા પાર્ટી તમામ ચૂંટણીઓને નવી ચુનોતી માનીને જ લડે છે, રામ મંદિરના મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા રામમંદિર ઈચ્છે છે એ સારી બાબત છે પરંતુ ભાજપ સંવિધાન વાળી પાર્ટી છે.
  • લોકસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની કોઈ જ અસર રહેશે નહીં તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી તો બીજી તરફ લાલ કૃષ્ણ અડવાણી ચૂંટણી લડશે કે નહીં અને  ગોરધન ઝડફિયાની નિમણૂંક અંગેના પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments