માનવતા શર્મસાર! JCBથી કોરોના મૃતકોની લાશોને સ્મશાને પહોંચાડી, સીએમ ભડક્યા, બે અધિકારી સસ્પેન્ડ

0
6
કોરોના પીડિતોના મોત બાદ પડોશીઓને લાશ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ હાજર કર્મચારીઓએ આ પગલું ભરવું પડ્યું હતું.
કોરોના પીડિતોના મોત બાદ પડોશીઓને લાશ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ હાજર કર્મચારીઓએ આ પગલું ભરવું પડ્યું હતું.
  • કોરોના પીડિતોના મોત બાદ પડોશીઓને લાશ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ હાજર કર્મચારીઓએ આ પગલું ભરવું પડ્યું હતું.

આંધ્રપ્રદેશ: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં માનવતા શર્મસાર કરનારી ઘટના બની છે. કોરોના વાયરસથી (coronavirus) બે લોકોના મોત થયા બાદ લાશોને corona patient dead body ખોદકામ કરનારી જેસીબી મશીનથી સ્મશાન (Cemetery) સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ આના ઉપર કડક પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી.

આંધ્ર પ્રદેશના (Andhra Pradesh CM) સીએમ વાઈએસ જગનમોહન રેડ્ડીએ આ અંગે દુઃખ અને નારાજગી વ્યક્તિ કરી હતી. અને જવાબદાર અધિકારીઓ ઉપર તત્કાલ કાર્યવાહી કરાવનો આદેશ આપ્યો હતો.

સીએમએ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘આ ઘટના નિંદનીય છે. અમાનવીય અને પ્રોટોકાલનું ઉલ્લંઘન પણ છે.’ જવાબદાર અધિકારીઓ સામે તત્કાલ કાર્યવાહી કરાવનો આદેશ આપવામાં આવ્યો છે. સીએમના આદેશ બાદ સંબંધિત નગર પાલિકા પ્રમુખ અને એક અન્ય અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ટ્વીટર થકી સીએમ જગનમોહન રેડ્ડીએ કહ્યું કે ‘આ માનવતા દેખાડવાનો સમય છે. પરંતુ જે પ્રકારે કામ કરવામાં આવી રહ્યું છે. તેનાથી મનને ઠેશ પહોંચી છે. આવી ઘટનાઓને અન્ય ક્યાય પુનરાવર્તન ન થવું જોઈએ. જવાબદાર લોકો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.’

જાણકારી પ્રમાણે કોરોના પીડિતોના મોત બાદ પડોશીઓને લાશ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ હાજર કર્મચારીઓએ આ પગલું ભરવું પડ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ત્યારબાદ વિપક્ષ દોષી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવા લાગ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here