Thursday, October 28, 2021
Homeમાનસિક રીતે અસ્થિર વૃદ્ધની કાંકરિયા તળાવમાં ઝંપલાવી આત્મહત્યા
Array

માનસિક રીતે અસ્થિર વૃદ્ધની કાંકરિયા તળાવમાં ઝંપલાવી આત્મહત્યા

અમદાવાદઃ શહેરના કાંકરિયા તળાવનું રીડેવલપમેન્ટ થયા બાદ તળાવમાં આત્મહત્યાના બનાવ બંધ થઈ ગયા હતા. પરંતુ વર્ષો બાદ માનસિક રીતે અસ્થિર વૃદ્ધે તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. વર્ષ 2008-2009માં 36 કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રન્ટ બનાવ્યા બાદ આત્મહત્યાની ઘટના લગભગ બંધ થઈ ગઈ છે. આમ એક દાયકા બાદ આત્મહત્યા નો આ પહેલો કિસ્સો છે.

ગઈકાલે સવારે અનેક લોકો મોર્નિંગવોક કરી રહ્યા હતા ત્યારે તળાવમાં મૃતદેહ તરતો જોયો હતો. ત્યારબાદ લોકોએ આ મામલે પોલીસને જાણ કરતા મણિનગર પોલીસ કાંકરિયા તળાવ પહોંચી હતી. પોલીસ તપાસમાં મૃતકનું નામ ભગવાન ભાઈ ગોપલાણી(રહે. બહેરામપુરા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ મુજબ તેઓ ગુરુવારે મોડી રાતે ઘરેથી નીકળી ગયા હતા અને વહેલી સવારે તેમની લાશ કાંકરીયા તળાવ માંથી મળી હતી. પીએમ રિપોર્ટ બાદ તમામ હકીકત બહાર આવશે. આ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments