Friday, December 3, 2021
Homeમામુ બનાવવાનું કોઈ કમલનાથ પાસેથી શીખે, ખેડૂતો બોલ્યાં કે આટલાની તો બીડી...
Array

મામુ બનાવવાનું કોઈ કમલનાથ પાસેથી શીખે, ખેડૂતો બોલ્યાં કે આટલાની તો બીડી પી જઈએ છીએ

મધ્યપ્રદેશમાં જય કિશાન ઋણ મુક્તિ યોજના હેઠળ ખેડૂતો લોન માફીનાં ફોર્મ ભરવા લાગ્યાં છે, પરંતુ સરકારી કચેરીઓમાં જે યાદી લગાવવામાં આવી છે તે યાદીથી ખેડૂતો ખૂબ જ હેરાન અને ગુસ્સે છે. કોઈના નામ આગળ 30 રૂપિયા તો કોઈને સવા સો રૂપિયા માફ થયા છે. સરકારની બેંકોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે આ યાદી અંગ્રેજીમાં લગાવાઈ રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે અમે ઇંગ્લિશ ભાષામાં કઈ રીતે વાંચી શકીએ. હવે અમારે જોવું મુશ્કેલ થઈ ગયું કે કોનુ નામ છે અને કોનું નામ નથી. ખેડૂતો કહે છે કે તે અંગ્રેજી વાંચવાનું અમારું કામ નથી. ઉલ્લેખનીય છે કે ત્યાં કોંગ્રેસ સરકાર ખેડૂતોને કર્જમાફીનું કહી કહીને જ સતા પર આવી છે અને કમલનાથે સત્તા સંભાળી છે. આ રીતે નિર્ણયથી હટીને કૉંગ્રેસ સરકાર ખેડૂતની મજાક કરી રહી છે.

હાલત એ છે કે ખેડૂતો હવે ભટકતા થઈ ગયાં છે. પરંતુ નિપાનિયાનાં શિવપાલ અને શિવનારાયણ તેમની બેંક પાસબુક સાથે સરકારી ઑફિસમાં ધક્કા ખાઈ રહ્યા છે. બંને પર 20000થી વધુ કર્જ છે, પરંતુ માફ થયા છે માત્ર 13 રૂપિયા. શિવપાલ કહે છે કે, “જો સરકાર દેવું માફ કરી રહી છે, તો અમારૂ સંપૂર્ણપણે માફ થવું જોઈએ, 13 રૂપિયા અને 5 રૂપિયાની તો અમે બીડી પી જઈએ છીએ.”

પરંતુ આ ફોર્મ ભર્યા પછી ખરગોનના ખેડૂતો પણ આશ્ચર્ય પામ્યા છે કે ઘણા નામો 25, 50, 150, 180 અને 300 રૂપિયામાં નોંધાયા છે. ખેડૂત રતનલાલ મહાજન કહે છે કે તેણે બે વર્ષથી બેંક પાસેથી કોઈ લોન લીધી નથી. છતાં પણ તેનાં નામની આગળ 180 રૂપિયા કર્જમાફી લખી છે. છિંદવારાના હમીદ ખાન કે જે મુખ્ય પ્રધાન કમલનાથના વિસ્તારના છે એનાં પર કર્જ તો રૂ. 10,000નો છે, પરંતુ તેને માફ કરવામાં આવ્યો છે માત્ર રૂ. 232.

હમીદ ખાનએ કહ્યું કે “પૂરેપૂરા માફ થવા જોઈએ. મોટા ખેડૂતોને 2 લાખ માફ કરવામાં આવે છે, અહીં નાના ભાડૂતો છે.” તેવી જ રીતે માલવા ના નારાયણ સિંઘે એક લાખ રૂપિયાની લોન લીધી હતી, પરંતુ તેનું નામ રૂ. 2 લાખની લોન લિસ્ટમાં છે. તો વળી પરસુખીના ભગવાન સિંઘ પાસે 4 વીઘા જમીન છે અને તેના પર 2,63,000નું દેવું છે, પરંતુ તેનું નામ કોઈ સૂચિમાં જ નથી. હવે ભાજપ કહે છે કે ખેડૂતોને છેતરવાનું પરિણામ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ભોગવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments