Sunday, December 5, 2021
Homeમાયાવતીએ કહ્યું- અમે સમર્થન કરીશું, સરકાર આજે બંધારણ સુધારણા બિલ લાવશે
Array

માયાવતીએ કહ્યું- અમે સમર્થન કરીશું, સરકાર આજે બંધારણ સુધારણા બિલ લાવશે

નવી દિલ્હીઃ જનરલ કેટેગરીનાં લોકોને આર્થિક આધારે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% અનામત આપવા માટે કેન્દ્ર સરકાર મંગળવારે લોકસભામાં બંધારણ સુધારા બિલ લાવી શકે છે. આ સાથે બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે, સવર્ણ અનામતનાં પ્રસ્તાવને અમારી પાર્ટી સમર્થન આપશે. જો કે આ નિર્ણય મોદી સરકારની મત એકઠા કરવાની ચાલ છે.

અગાઉ સવર્ણ અનામતને કોંગ્રેસે , AAP અને NCPએ સમર્થન આપવાની વાત કરી છે. આજે સંસદનો છેલ્લો દિવસ છે. ભાજપ અને કોંગેસે પોતાના દરેક સાંસદોને ગૃહમાં હાજર રહેવા અંગેનું વ્હીપ જાહેર કર્યુ છે.

માયાવતીએ કહ્યું, લોકસભા ચૂંટણી પહેલા લેવાયેલો મોદી સરકારનો આ નિર્ણયનો ઈરાદો ઠીક નથી લાગી રહ્યો. આ નિર્ણય ફક્ત આવનારી ચૂંટણી માટે મત એકઠા કરવા માટેનું છલ છે. ભાજપે આ નિર્ણય બહુ પહેલા લેવો જોઈએ હતો.

બાબાસાહેબનાં કઠોર પરિશ્રમ અને ત્યાગ પછી ગરીબ અને શોષિત વર્ગોનાં દલિતો અને આદિવાસીઓને અનામત આપવાની વાત જુની થઈ ચુકી છે. જેથી એસસી-એસટી ઓબીસીને તેમની આબાદી પ્રમાણે અનામત આપવા અંગેની નવી વ્યવસ્થા લાગુ કરવી જોઈએ.

લોકસભા ચૂંટણીનાં ઠીક પહેલા લેવાયેલા આ નિર્ણયથી વિવિધ વર્ગોની કુલ અનામત 49.5%થી વધીને 59.5% થઈ જશે. જો કે સુપ્રીમકોર્ટે અનામતની મહત્તમ લિમીટ 50 %ની જ રાખી છે. ભાજપની વોટ બેંક ગણાતી સવર્ણ જાતિઓ હંમેશા અનામતની માંગણી કરતી રહી છે. જનરલ કેટગરીમાં સવર્ણો ઉપરાંત મુસ્લિમ અને અન્ય ધર્મોનાં લોકોનો પણ સામવેશ કરાશે. અનામત માટે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા નક્કી કરાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકારે આ પગલુ એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બદલાવાથી નારાજ સવર્ણોને ખુશ કરવા માટે ભર્યુ છે.

અનામત માટેના 5 માપદંડ

1. પરિવારની વાર્ષિક આવક 8 લાખથી વધુ ન હોવી જોઈએ.
2. પરિવાર પાસે 5 કરોડથી વધુ ખેતીલાયક જમીન ન હોવી જોઈએ
3. આ ઉપરાંત 1000 ચો ફુટથી મોટો ફ્લેટ ન હોવો જોઈએ.
4. મ્યુનિસિપલ વિસ્તારમાં 100યાર્ડસથી મોટુ ઘર ન હોવું જોઈએ
5. નોન નોટિફાઈડ મ્યુનિસિપલ્ટીમાં 200 યાર્ડસથી મોટું ઘર ન હોવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments