માયાવતીએ કહ્યું, સપા-બસપા 38-38 સીટ પર ચૂંટણી લડશે, અમેઠી-રાયબરેલી સીટ અન્ય માટે છોડી

0
33

લખનઉ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીની પહેલીવાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે . આ પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ જાહેરાત કરી છે કે, સપા અને બસપા 38-38 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે અમેઠી અને રાયબરેલીની સીટ અમે અન્ય લોકો માટે છોડી દીધી છે. એટલે કે આ બે સીટ પરથી સપા-બસપાનો કોઈ ઉમેદવાર ચૂંટણી લડશે નહીં.

26 વર્ષ પછી સપા-બસપામાં ગઠબંધન થઈ રહ્યું છે. આ પહેલાં 1993માં થયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સપા-બસપાનું ગઠબંધન થયું હતું.

પહેલાં પણ સાથે આવ્યા હતા સપા-બસપા
  • મુલાયમ સિંહ યાદવે 1992માં સમાજવાદી પાર્ટીનું ગઠન કર્યું હતું. 1993માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં સપા-બસપાનું ગઠબંધન થયું હતું. તે સમયે બસપાની કમાન કાંશીરામ પાસે હતી. સપા 256 અને બસપા 164 વિધાનસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા. સપાને 109 અને બસપાને 67 સીટ મળી હતી. પરંતુ 1995માં સપા-બસપાના સંબંધો ખરાબ થઈ ગયા હતા. તે સમયે જ 2 જૂન 1995માં ગેસ્ટ હાઉસ કાંડ પછી ગઠબંધન ટૂટ્યું હતું.               2018માં ભાજપને સપા-બસપાને કારણે નુકસાન થયું હતું                                                              
  • ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં બસપાએ સપા ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. તો કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં RLDના ઉમેદવારને સપા-બસપા અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. ત્રણેય જગ્યાએ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here