Tuesday, December 7, 2021
Homeમાયાવતીએ ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી જન્મદિવસની ઉજવણી કરી
Array

માયાવતીએ ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી જન્મદિવસની ઉજવણી કરી

બસપા અધ્યક્ષ માયાવતીએ પોતાના જન્મ દિવસ પર ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. માયાવતીએ જણાવ્યું હતું કે, યુપીમાં સપા અને બસપાના ગઠબંધનથી ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. સાપ અને બસપાના ગઠબંધન બાદ યુપીમાં ભાજપનો સફાયો થવાનો છે. દેશમાં ખેડૂત, વેપારી અને મધ્યમ વર્ગના લોકો ભાજપની દેશવિરોધી નીતિથી હેરાન પરેશાન થયા છે.

માયાવતીએ કહ્યુ કે, પાંચ રાજ્યમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જેમા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઠમાં ભાજપની સત્તા હતી. ભાજપની આ ત્રણેય રાજ્યોમાં હાર થઈ છે. માયાવતીએ કહ્યુ કે, ભાજપથી કમામ લોકો કંટાળ્યા છે.

માયાવતીએ કહ્યુ કે, કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ વાયદો પુરો થયો નથી. દેશમાં ખેડૂતોની સ્થિતિ વધારે કથળી છે. કોંગ્રેસ અને ભાજપે હંમેશા ખેડૂતોને ખોટા વાયદા કર્યા છે. લોકસભાની ચૂંટણીમાં યુપીના ખેડૂતો ભાજપનો સફાયો કરી દેશે.

માયાવતીએ લોકસભાની ચૂંટણીમાં જીતને પોતાના જન્મદિવસની મોટી ભેટ આપવા આહવાન કહ્યુ છે. માયાવતીએ કહ્યુ હતુ કે, યુપીમાં બસપાના કાર્યકર્તાઓ સપા અને બસપાના ઉમેદવારોને જીતાડવા માટે તૈયારી શરૂ કરે. ગઠબંધનના ઉમેદવારની જીતએ માયાવતીની જીત હશે. આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ નોટબંધી, જીએસટી અને સીબીઆઈનો મુદો ઉઠાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments