માયાવતીની વધી મુશ્કેલી, ખાંડ મિલ કૌભાંડ મામલે ED કરશે તપાસ

0
21

લોકસભાની ચૂંટણી દરમિયાન હવે બસપા સુપ્રીમો માયાવતીની મુશ્કેલી વધી છે. ખાંડ મિલ કૌભાંડમાં હવે ઈડી મની લોન્ડરિંગ મામલે તપાસ કરશે. આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઈએ ઈડીને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો પણ સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે, યૂપીમાં માયાવતીની શાસનકાળ દરમિયાન એટલે કે વર્ષ 2010-11માં 21 ખાંડની મિલોનું કૌભાંડ સામે આવ્યું હતુ.

માયાવતી પર આરોપ છે કે તેમના શાસન કાળ દરમિયાન 21 ખાંડ મિલોની ખરીદ વેચાણમાં ગડબડ થઈ હતી. માયાવતી પર એવો આરોપ છે કે એક કંપનીને ફાયદો પહોંચાડવા માટે ફરજી બેલેન્સ શીટ અને નિકાસના ખોટા કાગળોના આધારે નીલામી થઈ હતી. જે કંપનીને મિલો વેચવામાં આવી તેનું નામ નમ્રતા માર્કેટિંગ પ્રાઈવેટ લિમીટેડ છે. મહત્વની વાત એ છે કે, જે સમયે ખાંડ મિલો નમ્રતા કંપનીને વેચવામાં આવી ત્યારે યૂપીમાં બહુજન સમાજ પાર્ટીની સરકાર હતી અને માયાવતી મુખ્યમંત્રી હતા.

હાલમાં દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ વચ્ચે બસપાના સુપ્રીમો માયાવતીની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માયાવતીની સરકારના શાસનકાળ દરમિયાન ખાંડ મિલના કેસને હવે ઇડીને સોંપવામાં આવ્યો છે. ઇડી હવે આ કેસમાં મની લોન્ડ્રિંગ અંગે તપાસ કરશે.

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2010-11માં 21 ખાંડ મીલને ખોટી રીતે વેચાણ કરવાનો આરોપ છે. આમ હવે આ મામલે ઇડી દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. આમ લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે ખાંડ કૌભાંડ કેસ મામલે ઇડી આ પ્રકરણમાં જોડાયેલ આરોપીઓની ફરી એકવખત પુછપરછ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here