Monday, January 24, 2022
Homeમાયા-અખિલેશ સાથે કોઈ દુશ્મની નથી, અમે ભાજપને હરાવવા મળીને કામ કરીશું- રાહુલ
Array

માયા-અખિલેશ સાથે કોઈ દુશ્મની નથી, અમે ભાજપને હરાવવા મળીને કામ કરીશું- રાહુલ

અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે બે દિવસની મુલાકાતે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચ્યા છે. જ્યાં તેઓએ સપા-બસપાની સાથેના ગઠબંધનના સંકેત આપ્યાં. રાહુલે કહ્યું- અખિલેશ-માયાવતી સાથે અમારી કોઈ દુશ્મની નથી. હું તેમનું સન્માન કરું છું. તેઓએ ગઠબંધન કર્યું છે. અમારા ત્રણેયનું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. અમારી વિચારધારામાં પણ ઘણી સમાનતા છે, જ્યાં જરૂર પડશે ત્યાં મળીને કામ કરીશું.

પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવા લઈને રાહુલે કહ્યું- મને ઘણી જ ખુશી છે, મારી બહેન ઘણી સક્ષમ અને કર્મઠ છે. તે મારી સાથે કામ કરશે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉર્જાવાન નેતા છે. બંનેના કોંગ્રેસને મજબૂત બનાવવા માટે મોકલ્યાં છે. ચૂંટણી લડવા પરનો નિર્ણય પ્રિયંકા પોતે જ લેશે. અમે હાલ આ બંને નેતાઓની મદદથી ઉત્તરપ્રદેશના રાજકારણને બદલી દેશું. તેઓને બે મહિના માટે નથી મોકલ્યાં. મિશન આપ્યું છે કે ગરીબ, નબળાં અને વિકાસની વિચારધારા માટે લડવાનું છે.

અમે ક્યાંય બેકફુટ પર નહીં રમીએ- રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે- અમારે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસપાર્ટીની વિચારધારા માટે લડવાનું છે. UPના યુવા, ખેડૂતોને જે જોઈએ તે કોંગ્રેસ આપશે. અમે ગુજરાત, યુપી સહિત ક્યાંય પણ બેકફુટ પર નથી રમ્યાં. જ્યાં તક મળશે અમે ફ્રંટ ફુટ પર રમીશું. UPમાં નવા વિચારો આવશે. પોઝિટિવ વિચાર આવશે. અમે જનતા માટે રાજનીતિ કરીએ છીએ. અમે યુવા, ખેડૂતોને કહેવા માંગીએ છીએ કે તમે ઘણો સમય ભાજપને આપ્યો છે. તેઓએ રાજ્યને બરબાદ કરી દીધું. ભાજપવાળા ગભરાયેલાં છે.

સોનિયાની સાથે આવવાના હતા રાહુલ

રાહુલ અમેઠીમાં સંવાદ, નુક્કડ સભા સહિતના કાર્યક્રમોમાં હાજર રહેશે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની નાદૂરસ્ત તબિયતને કારણે રાયબરેલીની તેમની યાત્રા રદ થઈ ગઈ. રાહુલ પહેલાં માતા સોનિયાની સાથે જ આવવાના હતા.

લોકસભા ચૂંટણીની તૈયારીઓ પણ ચર્ચા થશે

24 જાન્યુઆરીએ રાહુલ ગાંધી ગેસ્ટ હાઉસમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. સલોન વિધાનસભા વિસ્તારની પણ મુલાકાત કરશે. જે બાદ દિલ્હી પરત ફરશે. રાહુલ આ પહેલાં 4 જાન્યુઆરીએ અમેઠી આવવાના હતા પરંતુ સંસદ સત્ર ચાલતું હોવાને કારણે તે સમયે તેમની મુલાકાત રદ થઈ હતી. તે દિવસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીની મુલાકાત લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular