Wednesday, December 8, 2021
Homeમારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાત પ્રકરણમાં હોસ્ટેલના રેક્ટર, ડીન સહિતના લોકો સામે તપાસના...
Array

મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાત પ્રકરણમાં હોસ્ટેલના રેક્ટર, ડીન સહિતના લોકો સામે તપાસના આદેશ

રાજકોટ: શહેરની મારવાડી યુનિવર્સિટીમાં બી.સી.એ.ના ડિટેન કરાયેલા વિદ્યાર્થી નીલ ઠકરારના આપઘાતની ઘટનાના પગલે ચોંકી ઉઠેલા યુનિવર્સિટીના સત્તાધીશોએ આ પ્રકરણમાં ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા અને તેમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા નિર્ણય કર્યો છે.

મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.નરેશ જાડેજાએ જણાવ્યું હતું કે, નીલ ઠકરારની આત્મહત્યાની ઘટનાના પગલે ગુરૂવારે યુનિવર્સિટીમાં રજા રાખવામાં આવી હતી. આ ઘટનામાં શું થયું છે, નીલના આપઘાત જેવા પગલાં માટે કોણ જવાબદાર છે, કયાં કારણોસર તેમણે આપઘાત કર્યો હતો તે બાબતે હોસ્ટેલના વોર્ડન, બીસીએ ફેકલ્ટીના ડીન સહિતના કથિત જવાબદારો સામે તપાસ કરવામાં આવશે અને તેમાં જો તેમની જવાબદારી બહાર આવશે તો આકરી કાર્યવાહી
કરવામાં આવશે. આ તપાસ ડીન આર.બી.જાડેજા, રજિસ્ટ્રાર નરેશ જાડેજા પ્રો.વાઇસ ચાન્સેલર બી.ડિકોસ્ટા દ્વારા કરવામાં આવશે.

નીલ ઠકરારની આત્મહત્યાની ઘટનાથી ચોંકી ઊઠેલા મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશોએ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને કોઇપણ વિદ્યાર્થી પરિણામ નબળું આવે તો તેના પ્રેસરમાં કોઇ અનિચ્છનીય પગલું ન ભરી લ્યે તે માટે દરેક વિદ્યાર્થીઓનું ડિટેલ રિઝલ્ટ વાલીઓને એસએમએસથી મોકલવાનો નિર્ણય કર્યો છે. – ડો.નરેશ જાડેજા, રજિસ્ટ્રાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments