‘મારી ગર્લફ્રેન્ડ…’કાર્તિક આર્યને લિવ ઇન રિલેશનશીપને લઇને કર્યો મોટો ખુલાસો

0
53

વર્ષ 2011માં ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ સાથે પોતાની ફિલ્મી કરિયર શરૂ કરનાર કાર્તિક આર્યન આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે. તેનું વધુ એક કારણ સારા અલી ખાન પણ છે જેણે કૉફી વિથ કરણમાં કાર્તિકને ડેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેવામાં કાર્તિક આર્યન આગામી ફિલમ ‘લુકા છિપી’માં જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું, જે દર્શકોને પસંદ પડ્યું હતું. જોકે, કાર્તિક આર્યન તેના એક ઇન્ટરવ્યૂને લઇને ચર્ચામાં છે. જેમાં તેણે કહ્યું હતું કે, તે રિલેશનશિપમાં રહેવા માગે છે.

કાર્તિક આર્યને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે રિલેશનશિપમાં રહેવા માગે છે. તે તેની આગામી ફિલ્મ ‘લુકા-છિપી’ અંગે વાત કરી રહ્યો તો, જે લિવ ઇન જેવા વિષય પર આધારિત છે. સાથે જ તાજેતરમાં જ સામે આવ્યું હતું કે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનને કાર્તિક પર ક્રશ છે. ઉપરાંત એ વાત પણ સામે આવી હતી કે, આજકાલ કાર્તિક અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે.

કાર્તિકે કહ્યું કે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ બને છે તો તેની માતા તેની સાથે મિત્રતા કરી લે છે. આ પછી તે કાર્તિક કરતાં તેની માતાની વધુ નિકટ આવી જાય છે અને તે સાઇડ લાઇન થઇ જાય છે. આજ સુધી એવું નથી થયું કે તેને લિવ ઇનમાં રહેવું પડ્યું હોય, પરંતુ તેની ઇચ્છા છે કે ભવિષ્યમાં તે ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહે.

ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘લુકા છિપી’ માર્ચમાં રીલિઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળશે. કાર્તિક અગાઉ પ્યાર કા પંચનામા, અતિથી ઇન લંડન, કાંચી, બિંદા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી ફિલ્મો આપી ચુક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here