Friday, March 29, 2024
Homeમારૂતિ ભારતમાં સીએનજી-પાવર્ડ વેગનાર આરને બે વર્ઝનમાં લોન્ચ કરશે
Array

મારૂતિ ભારતમાં સીએનજી-પાવર્ડ વેગનાર આરને બે વર્ઝનમાં લોન્ચ કરશે

- Advertisement -

ભારતની જાણીતી કાર કંપની મારુતિ સુઝુકીએ પોતાની નવી વેગનાર આરને આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી છે. જો કે લોન્ચિંગ સમયે ટૉલબૉય વેગનાર આર હેચબેકના સીએનજી-પાવર્ડ વર્ઝનને લોન્ચ કર્યું નથી. હવે એક વીડિયો દ્વારા જાણકારી મળી છે કે મારૂતિ ભારતમાં સીએનજી-પાવર્ડ વેગનાર આરને બે વર્ઝનમાં લોન્ચ કરશે.

આ ફક્ત બેસ LXi મોડલ અને 1.0 લીટર પેટ્રોલ એન્જિનની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. એક અહેવાલ મુજબ મારૂતિ વેગનાર સીએનજી LXi અને LXi(O)ટ્રિમ લેવલમાં ઉપલબ્ધ થશે. તેની કિંમત ક્રમશઃ રૂ. 4.85 લાખ અને રૂ. 4.90 લાખ હશે. એટલે કે મારૂતિ વેગનાર આરનો બેસ સીએનજી વેરિએન્ટ આ હેચબેકની રેગુલર પેટ્રોલ વેરિએન્ટની સરખામણીમાં રૂ.75,000થી વધારે હશે.

જોકે નવી મારૂતિ વેગનાર આર સીએનજી નવી હ્યુડાઇ સેન્ટ્રોની સરખામણીમાં સસ્તી છે. હ્યુડાઇ સેન્ટ્રો સીએનજીની કિંમત રૂ. 5.23 લાખથી શરૂ થાય છે. ત્યાં જ તેમાં હાયર સ્પેસવાળા વેરિએન્ટની કિંમત રૂ.5.64 લાખ છે. લોન્ચ થયા બાદ નવી વેગનાર આર સીએનજીને સુપીરિયર વાઇટ, સિક્કી સિલ્વર અને મેગ્ના ગ્રે જેવા રંગમાં ઉપલબ્ધ થશે.

નવી વેગનાર આરને ફક્ત મારૂતિના K10B 1.0 લીટર થ્રી સિલિન્ડર એન્જિન ઉપલબ્ધ કરાવામાં આવશે. જે પેટ્રોલ વેરિએન્ટમાં 5,500rpm પર 67bhpનો પાવર અને 3,500rpm પર 90Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનની સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. ત્યાં જ મારૂતિ સુઝુકી વેગનાર આરનું સીએનજી વેરિએન્ટ પેટ્રોલ વેરિએન્ટની સરખામણીમાં થોડું ઓછા પાવરની સાથે આવે છે. તે સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે. સીએનજીમાં ઓટોમેટિક ટ્રાસમિશન આવવાની આશા ઓછી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular